Gujarat Bypoll 2019: અલ્પેશ અને ધવલસિંહની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરન

09 October, 2019 04:13 PM IST  |  ગાંધીનગર

Gujarat Bypoll 2019: અલ્પેશ અને ધવલસિંહની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરન

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં લડી રહેલા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકો અને ધવલ સિંહ ઝાલાની ઉમેદવારી  રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી કરનાર અને તેમના વકીલો એકબીજા સાથે જ ઝઘડી પડ્યા. બંનેએક એકબીજા પર વિરોધીએ સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો.

મોરબીના સુરશે સિંહે અલ્પેશ અને ધવલની સામે હાઈકોર્ટમાં એ આધાર પર અરજી દાખલ કરી હતી કે બંને પહેલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી ચુક્યા છે અને જીતી ચુક્યા છે. હવે પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી દરમિયાન તેમણે સમાજ અને લોકોને અનેક વચનો આપ્યો હતા, પરંતુ તેમને પુરા ન કર્યા.

સિંહલે પોતાના વકીલ ધર્મેશ ગુર્જર પર ભાજપના મોટા નેતાઓ સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવતા મંગળવારે ફિનાઈલ પીને જીવ આપવાનો પ્રયાસ કર્યો. તેનો આરોપ છે કે વકીલે પહેલા કોઈ પણ કિંમત પર આ કેસ લડવાનો ભરોસો આપ્યો અને હવે તે પોતે અલ્પેશ ઠાકોર સાથે મળી ગયો છે.

તો, વકીલ ધર્મેશ ગુર્જરનું કહેવું છે કે સુરેશ સિંગલે કેસ પહેલા તેમને જણાવ્યું હતું કે તેઓ ઠાકોર સેનાના પદાધિકારી છે, તેમની પાસે ઠાકોર સેનાનું કાર્ડ પણ છે અને અલ્પેશ સાથેનો ફોટો પણ છે. જ્યારે વકીલે કેસના પેપર્સ તૈયાર કરવા માટે તેની કોપી માંગી તો તેમણે નથી આપ્યા. વકીલું કહેવું છે કે સુરેશ સિંગલ વિપક્ષના નેતાઓના ઈશારા પર કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સુરેશે જે ફી તેને આપી, તેની રસીદ પણ તેણે આપી છે.

આ પણ જુઓઃ 'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

મહત્વનું છે કે બે દિવસ પહેલા વકીલ ધર્મેશે કહ્યું હતું કે અલ્પેશ અને ભાજપે તેને કેસમાંથી હટવા માટે 11 કરોડ સુધીની ઑફર આપી છે. ધર્મેશનો એ પણ દાવો હતો કે તે દરેક સ્થિતિમાં કેસ લડશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ તૈયાર છે, પરંતુ હવે એક દિવસ બાદ જ તેણે કેસમાંથી હટવાની વાત કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે.

Alpesh Thakor Gujarat BJP Gujarat Congress