કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક થયો બેરોજગાર, ટ્વિટર હેન્ડલનું નામ

18 March, 2019 09:28 PM IST  | 

કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક થયો બેરોજગાર, ટ્વિટર હેન્ડલનું નામ

'બેરોજગાર હાર્દિક પટેલ'

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિલસો બાકી છે ત્યારે રાજકીય દાવપેંચ શરુ થયા છે. નવા જમાનાના હથિયાર સોશિયલ મીડિયાથી રાજકીય પક્ષો લોકો સુધી પહોંચી રહ્યા છે. હાલમાં કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીને 'ચોકીદાર હી ચોર હૈ'નો નારો ચલાવ્યો હતો. કહેવાય છે ને કે નરેન્દ્ર મોદી માર્કેટિંગના માસ્ટર માઇન્ડ છે. તો જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પર થયેલા પ્રહારને જ હથિયાર બનાવી લીધું હતું અને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. તો આવી જ કઇક ચાલ ચાલવાનો પ્રયાસ પાટીદારમાંથી કોંગ્રેસી થયેલા હાર્દિક પટેલે ચાલી. તેણે પણ સોમવારે મોડી સાંજે પોતાના ટ્વીટર એકાઉન્ટના નામની પહેલા "બેરોજગાર હાર્દિક પટેલ" લખ્યું. જોકે હાર્દિકે પટેલે નામની આગળ બરોજગાર લખ્યા બાદ ઘણા લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી.

પરંતુ જો વાત નરેન્દ્ર મોદીની કરીએ તો તેના ચોકીદાર નામ રાખ્યા બાદ એટલો મોટો પ્રતિસાદ મળ્યો કે ટ્વીટર પર વર્લ્ડવાઇડ વખાણવામાં આવ્યું અને મોદીનના સમર્થકો તથા દેશમાં ભાજપના તમામ સમર્થકોની સાથે નેતાઓએ પણ પોતાના નામી આગળ ચોકીદાર લખાવી નાખ્યું હતું.

 

આ પણ વાંચો: અમદાવાદ : સ્નેહમિલનમાં હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે થઇ મારામારી

 

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ હમણા જ કોંગ્રેસમાં જોડાયા છે. હાર્દિક પટેલ મોદી સરકાર સાથે બેરોજગારીના આક્ષેપ લગાવતા રહે છે. ચોકીદાર હેસટેગના જવાબમાં હાર્દિક પટેલે બેરોજગાર હાર્દિક પટેલ હેન્ડલ કરી યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન ફરી એકવાર ઉઠાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટર પર નામ બદલતાની સાથે બીજેપીના તમામ નેતાઓએ તેમના ટ્વિટર હેન્ડલ નામ બદલ્યા હતા. બધા જ રાજકીય નેતાઓએ તેમના નામની આગળ ચોકીદાર લખ્યું હતું.

hardik patel congress