અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી

03 January, 2021 02:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેઇનની એન્ટ્રી થઈ ગઈ છે. યુકેથી ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઇટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે, ત્યારે હવે ૪ દરદીઓ સાથે અમદાવાદમાં કોરોના યુકે સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે. યુકેથી આવેલા મુસાફરના રિપોર્ટમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. પુણે ખાતે બ્રિટનથી આવેલા મુસાફરના સૅમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. યુકેથી અમદાવાદ આવેલી છેલ્લી ફલાઇટમાં આવેલા ૪ મુસાફરોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તમામ ૪ દરદીઓને અલગથી એસવીપી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. યુકેથી આવેલી ફ્લાઇટના મુસાફરોમાંથી ચારને નવા સ્ટ્રેનની અસર જોવા મળી છે. યુકે અને યુરોપથી ગુજરાત આવેલા મુસાફરોમાંથી ૧૧નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જેમના રિપોર્ટને આગળ ચકાસણી માટે પુણે અને ગાંધીનગરની લેબમાં મોકલાયા હતા, જેમાંથી ચાર લોકોને નવા સ્ટ્રેઇનના કારણે કોરોના થયો હોવાની પુષ્ટિ થઈ છે.

coronavirus covid19 gujarat ahmedabad