કોઈ તો રોકો : 24 કલાકમાં કોરોનાના 6500થી વધુ કેસ

27 May, 2020 10:16 AM IST  |  New Delhi | Agencies

કોઈ તો રોકો : 24 કલાકમાં કોરોનાના 6500થી વધુ કેસ

પ્રતીકાત્મક તસવીર

શું ભારત હવે કોરોના મહામારીના જોખમકારક કમ્યુનિટી સંક્રમણના ભયાનક ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે? આ સવાલ એટલા માટે ચર્ચામાં છે કે દેશમાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈ કાલે અંદાજે ૭૦૦૦ બાદ છેલ્લા ૨૪ કલાકમાં ફરીથી ૬૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા હતા. જોકે સત્તાવાળાઓ સંક્રમણના ખતરનાક ત્રીજા તબક્કાનો ઇનકાર કરી રહ્યા છે. દેશભરમાં કોરોનાથી ૧,૪૫,૨૭૮ લોકો સંક્રમિત થયા છે અને ૪૧૭૨ લોકોનાં મોત થયાં છે. સાથે જ ૬૦,૭૦૬ લોકો સારવાર બાદ સાજા થયા છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે-ધીમે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી દર ૪૧.૬૦ ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૫૩૫ નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો ૧,૪૫,૩૮૦ સુધી પહોંચી ગયો છે જાહેર કરાયેલી વિગતો પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪૧૪ સંક્રમિત વધ્યા હતા, ૩૦૧૨ લોકો સાજા પણ થયા હતા, જ્યારે ૧૪૮ લોકોનાં મોત થયાં હતાં. હૉસ્પિટલમાં ૮૦,૦૦૦થી વધારે લોકોની સારવાર ચાલી રહી છે જેમાં સોમવારે ૩૨૫૪ દરદીઓનો વધારો થયો હતો.

દેશમાં દરદીઓનો આંકડો ૧,૪૫,૦૦૦ને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર કરાયેલા અપડેટ પ્રમાણે અત્યારે દેશમાં કુલ દરદીઓનો આંકડો ૧,૪૫,૩૮૦ છે જેમાંથી ૪૧૬૭ લોકોનાં મોત થયાં છે તથા ૬૦,૦૦૦થી વધારે લોકો સાજા થયા છે. દેશમાં વધતી કોરોનાની ગતિને કારણે ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૬ લોકોનાં મોત થયાં છે.

દિલ્હી સરકારે યાત્રીઓ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. અહીં આવનારા યાત્રિઓએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરીને રાખવી પડશે. સંક્રમણનાં લક્ષણ નહીં હોય તો તમામ યાત્રિઓએ ૧૪ દિવસ માટે પોતે જ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.

gujarat new delhi national news coronavirus covid19 lockdown