ગુજરાતમાં કોંગ્રેસના હાથમાંથી સરકી 'ઘડિયાળ'

28 March, 2019 05:47 PM IST  |  અમદાવાદ

ગુજરાતમાં કોંગ્રેસના હાથમાંથી સરકી 'ઘડિયાળ'

કોંગ્રેસના હાથમાંથી સરકી ઘડિયાળ

લોકસભા પહેલા ગુજરાતમાં કોંગ્રેસને બેવડો ફટકો પડવા જઈ રહ્યો છે. પાર્ટી બદલવાનો અને સમર્થન આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસની કોઈ પક્ષ પાસેથી સમર્થન મેળવવાની આશાઓ પર પણ પાણી ફરી રહ્યું છે. NCPએ રાજ્યની તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ આદિવાસી બેલ્ટમાં મજબૂત પકડ ધરાવતી પાર્ટી BTPએ પણ ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો છે.


અમદાવાદમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરતા કહ્યું કે, 'અમે ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારીશું. જ્યાં સુધી કોંગ્રેસને સમર્થન આપવાની વાત છે તો ગુજરાતમાં અમે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ.'

આ પણ વાંચોઃ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ કરશે અપક્ષ ઉમેદવારી

ભરૂચ, નર્મદા અને આસપાસના આદિવાસી પટ્ટામાં સારી પકડ ધરાવતી બીટીપીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. BTP વલસાડ, બારડોલી, વડોદરા અને નવસારી સહિતની 8 બેઠકો પર લડશે. BTPએ રાજ્યસભા અને સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થન આપ્યું હતું, પણ હવે તેઓ લોકસભામાં કોંગ્રેસને સમર્થન નહીં આપે.

nationalist congress party Gujarat Congress Gujarat BJP Loksabha 2019