પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ કરશે અપક્ષ ઉમેદવારી

Published: Mar 28, 2019, 17:17 IST | પંચમહાલ

પંચમહાલના વર્તમાન સાંસદને ટિકિટ ન મળતા તેઓ નારાજ છે. તેમણે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

(તસવીર સૌજન્યઃ પ્રભાતસિંહ ચૌહાણ ફેસબુક)
(તસવીર સૌજન્યઃ પ્રભાતસિંહ ચૌહાણ ફેસબુક)

ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટું નામ ધરાવતા પ્રભાતસિંહ ચૌહાણે ભાજપ પક્ષ સામે બળવો પોકાર્યો છે. પોતાની જગ્યાએ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય રતનસિંહને ભાજપે ટિકિટ આપતા પ્રભાતસિંહ નારાજ થયા છે. અને સમર્થકો સાથેની બેઠકમાં પહેલી એપ્રિલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

પ્રભાતસિંહે આક્ષેપ કર્યો છે કે તેમની ટિકિટ જેઠાભાઈ ભરવાડના કારણે કપાઈ છે. તેમણે એમ પણ કહ્યું કે જો હું જીત્યો હોત તે જેઠાભાઈને ડેરી અને બેંક જવાનો ભય હતો.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો કચ્છ લોકસભા બેઠકને

સતત બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા પ્રભાતસિંહે આ વખતે ટિકિટ ન મળતા સમર્થકો સાથે બેઠક કરી. અને તે બાદ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો પ્રભાતસિંહ અપક્ષ ચૂંટણી લડે તો પંચમહાલમાં ભાજપને ફટકો પડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK