રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાને કોંગ્રેસે આપી મહત્વની જવાબદારી

17 April, 2019 04:26 PM IST  |  જામનગર

રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાને કોંગ્રેસે આપી મહત્વની જવાબદારી

નયના બા

ભારતીય ટીમના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની અને બહેન નયનાબા ચુંટણીની પીચ પર એકબીજાની સામ સામે આવ્યા છે. જ્યારે મહત્વની વાત એ છે કે રવીન્દ્ર જાડેજા પત્ની રીવાબાના સપોર્ટમાં હોવાનું જાહેર કર્યા બાદ બહેન નયનાબાને લઇને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. બહેન નયનાબા જાડેજાને મહિલા કોંગ્રેસના મહામંત્રી બનાવાયા છે અને આ પદની કામગિરી પોતાના હાથમાં લેતાં નયનાબાએ કોંગ્રેસનો પ્રચાર શરૂ કરી દીધો છે.

હાર્દિક પટેલની હાજરીમાં નયનાબાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો

ઉલ્લેખનીય છે કે કાલાવાડમાં હાર્દિક પટેલની સભામાં નયનાબાએ કોંગ્રેસનો ખેસ લીધો હતો. આમ એક પરિવારના બે સભ્યો બે જુદી જુદી પાર્ટીના સપોર્ટર બન્યા છે. એક તરફ નણંદ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે છે તો બીજી તરફ રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપ તરફથી ચૂંટણી લડે છે. આમ જાડેજા પરિવાર એકસાથે બે નાવડીમાં સવાર થતાં જોવા મળે છે.

આ પણ વાંચો : ભાભી-નણંદની રેસમાં ભાભીએ બાજી મારી, જડ્ડુએ પત્નિને કર્યો સપોર્ટ

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા અને તેમના પિતા અનિરૂદ્ધ સિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવતા જામનગરનો માહોલ ગરમાયો હતો. એક તરફ રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં છે તો બીજી તરફ બહેન અને પિતા કોંગ્રેસમાં. ત્યારે પ્રશ્ન એ સર્જાયો હતો કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કોને સપોર્ટ કરશે પત્ની રિવાબાને કે બહેન નૈનાબા અને પિતા અનિરૂદ્ધ સિંહને...? ત્યારે રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને સપોર્ટ કરશે. ત્યારે રવિન્દ્ર જાડેજાના અને ભાજપના ચાહકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. જ્યારે કોંગ્રેસના સમર્થકો આ અંગે તેની આલોચના કરતા જોવા મળ્યા હતા.

gujarat Gujarat Congress ravindra jadeja