કેવડિયામા સી-પ્લેનનું આગમન: 31 ઑક્ટોબરે વડા પ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન

27 October, 2020 11:23 AM IST  |  Narmada | Agency

કેવડિયામા સી-પ્લેનનું આગમન: 31 ઑક્ટોબરે વડા પ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન

કેવડિયામાં સી-પ્લેનનું આગમન

ગુજરાતમાં ૩૧ ઑક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સી-પ્લેન અમદાવાદ આવી પહોંચ્યું હતું. રવિવારે મૉલ્દીવ્ઝથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ૩૧મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ આવશે. કેવડિયા બાદ હવે અમદાવાદમાં પણ સી-પ્લેનનું લૅન્ડિંગ થયું છે. આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એમડી ડૉ. રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા છે. કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કર્યા બાદ હાલ સી-પ્લેન ગુજરાતના કેવડિયા તળાવ નંબર ૩ ખાતે આવી પહોંચ્યું છે.

અમદાવાદથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું ૪૮૦૦ નક્કી કર્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં બે પાઇલટ, બે ઑન-બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.

gujarat narendra modi