ઐતિહાસીક નર્મદા ડેમ ત્રિરંગાથી ઝળહળી ઉઠ્યો, PM મોદી દેશને સમર્પિત કરશે

16 September, 2019 09:20 PM IST  |  Narmada

ઐતિહાસીક નર્મદા ડેમ ત્રિરંગાથી ઝળહળી ઉઠ્યો, PM મોદી દેશને સમર્પિત કરશે

નર્મદા ડેમ (PC : ANI)

Narmada : રાજપિપળા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસીક 138 મીટરની પાણીની સપાટી વટાવી ચુક્યું છે. નર્મદા ડેમ તેની મહત્તમ 138.68 મીટરની સપાટી 15 સપ્ટેમ્બરના રોજ વટાવી ચુક્યું છે. જેને આજે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમને તિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન પોતાના જન્મદિવસ પર આ ડેમને નમન કરીને જનતાને સમર્પિત કરશે.


નર્મદાના 30 દરવાજાને કેસરી, સફેદ અને લીલા રંગની રોશનીથી સજાવવામાં આવ્યો હતો
સરદાર સરોવર નર્મદા બંધના 30 કુલ દરવાજા છે. જેમાંથી 10 કેસરી, 10 સફેદ અને 10 લીલા રંગની લાઈટો લગાવી સુંદર શણગાર કરવામાં આવ્યો છે. લગભગ 1000 જેટલી LED લાઈટો અને 400 ફોકસ લાઈટો100 લેસર લાઈટો થી નર્મદા ડેમને શણગારવામાં આવ્યો છે.


સપાટી હવે મેન્ટેન રાખવામાં આવી રહી છે
નર્મદા બંધની મહત્તમ સપાટી 138.68.મીટરની ઐતિહાસિક તારીખ 15 સપ્ટે.ની સાંજે 6.35 વાગ્યે પહોંચી હતી. જે સપાટી એક રેકોર્ડ બની ગયો છે, ત્યારે આ ક્ષણને ઉત્સવની જેમ ઉજવણી કરવા જઈ રહી છે. નર્મદા બંધની જળ સપાટી 138.68 છે અને આ સપાટી હવે મેન્ટેન રાખવામાં આવી રહી છે. આ સપાટી પર ડેમ આજે છલોછલ થઈ ગયો છે, ત્યારે બે વર્ષ સુધી પાણી ન ખૂટે એટલો જળસંગ્રહ થયો છે. જેનાથી 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઈ માટે પાણી મળશે.

આ પણ જુઓ : આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ

ડેમમાં 5570 મિલિયન ક્યુબિક ફૂટ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો
ઉપરવાસમાંથી 4 લાખ 36 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખુલ્લા છે. નર્મદા ડેમના દરવાજામાંથી 4 લાખ 80 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમ માં 5570 mcm(મિલિયન ક્યુબિક ફૂટ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત છે.

national news narendra modi