સજા બાદ નારાયણ સાંઈની નવી ઓળખ, બેરેક નંબર સી-6, કેદી નંબર 1750

03 May, 2019 02:25 PM IST  |  સુરત

સજા બાદ નારાયણ સાંઈની નવી ઓળખ, બેરેક નંબર સી-6, કેદી નંબર 1750

સજા બાદ નારાયણ સાંઈને મળી નવી ઓળખ

સુરતની બે બહેનો સાથે દુષ્કર્મના આરોપો સાબિત થયા બાદ હવે નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલના બેરેક નંબર સી-6માં રાખવામાં આવ્યા છે. અને તેમનો કેદી નંબર 1750 છે. નારાયણ સાંઈને હવે ઘરનું ટિફિન નહીં મળે, પરંતુ જેલનું જ જમવાનું મળશે. આજીવન કેદની સજા મળ્યા બાદ નારાયણ સાંઈને નવી બેરેક અને નવો કેદી નંબર મળ્યો છે.

કેટલી મળી સજા?
સુરતના જહાંગીર પુરામાં 17-18 વર્ષ પહેલા આસારામ આશ્રમમાં સત્સંગમાં આવેલી બે બહેનોએ નારાયણ સાંઈની સામે 2013માં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુરતની સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને મંગળવારે આજીવન કેદની સજા ફટકારી છે. જે બાદ તેમને લાજપોર જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમના માટે ઘરેથી જે જમવાનું આવતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ નારાયણ સાંઈને થઈ આજીવન કેદની સજા

પિતા આસારામને પણ થઈ છે સજા
નારાયણ સાંઈના પિતા આસારામ જોધપુર જેલમાં બંધ છે. તેમને પણ જોધપુરની અદાલતે દુષ્કર્મના મામલામાં દોષી જાહેર કર્યા છે.

surat gujarat