નારાયણ સાંઈને થઈ આજીવન કેદની સજા

30 April, 2019 05:51 PM IST  |  સુરત

નારાયણ સાંઈને થઈ આજીવન કેદની સજા

નારાયણ સાંઈને સજાનું એલાન

સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે તેને એક લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે.

નારાયણ સાંઈની સાથે આરોપી ગંગાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.  અને પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે સાધક હનુમાનને પણ 10 વર્ષની સજા કરવામાં આવી છે.

શું હતો કેસ?
સુરતના જહાંગીરપુરામાં આવેલા આશ્રમમાં વર્ષ 2002માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ 2013માં કરવામાં આવી હતી. ફરિયાદ બાદ નારાયણ સાંઈની કુરુક્ષેત્રમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ટ્રાયલ ચાલી હતી. 26 એપ્રિલે કોર્ટે નારાયણ સાંઈને દોષી ઠેરવ્યા હતા. અને આજે સજાનું એલાન કરવામાં આવ્યું છે.

કોર્ટમાં શું થઈ દલીલ?
આજે નારાયણ સાંઈની સજા પર દલીલ થઈ હતી. જેમાં બચાવ પક્ષે કહ્યું કે, સાધિકા નારાયણ સાંઈની કસ્ટડીમાં નહોતી, તે ગમે ત્યાં જવા માટે મુક્ત હતી. કોઈ પણ પ્રકારની જબરદસ્તી નહોતી કરવામાં આવી. સહમતિથી આ સંબંધ બાંધવામાં આવ્યો હતો. જેથી આ કેસમાં તેમને ઓછામાં ઓછી સજા કરવામાં આવે.

gujarat