નડિયાદમાં મકાન પડતા 4 લોકોના મોત

10 August, 2019 07:40 AM IST  |  નડિયાદ

નડિયાદમાં મકાન પડતા 4 લોકોના મોત

નડિયાદમાં મોડી રાત્રે એક દુર્ઘટનામાં ચાર લોકોના મોત થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નડિયાદમાં 20 વર્ષ જુનું મકાન મોડી રાત્રે ધરાશાયી થયું. કપડવંજ રોડ પર આવેલા પૂનેશ્વર એપાર્ટમેન્ટનો ત્રણ માળનો બ્લોક અચાનક જ જમીનદોસ્ત થયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા છે. જો કે 5 લોકોને સહીસલામત બચાવી લેવાયા છે.

નડિયાદ ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાં ફસાયેલા 5 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. તો અમાદવાદથી ફાયરબ્રિગેડની ટીમ પણ નડિયાદ પહોંચી હતી. આ ઉપરાંત મદદ માટે વડોદરાથી NDRFની ટીમ પણ મોકલવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઉસિંગ બોર્ડનો બ્લોક નંબર 26 ધરાશાયી થતા તેના કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા સ્થાનિકોએ પણ મદદ કરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પાટણ રેલવે અન્ડરપાસ પાણીથી ભરાયો, 5.5 ઇંચ વરસાદ પડ્યો

સ્થાનિકોએ આપેલી માહિતી પ્રમાણે ઈ ઈમારત સિત્તેરના દાયકામાં બનાવાઈ હતી. જેમાં પ્રત્યેક બ્લોકમાં 12 મકાન હતા અને ત્રણ માળનું મકાન હતું. આ મકાનોની સ્થિતિને ધ્યાન રાખીને મકાનો ખાલી કરવા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

nadiad gujarat news