રાજકોટમાં હિટ વેવ : 42 ડિગ્રી તાપમાન, ઓરેન્જ એલર્ટ જાહેર

04 April, 2019 06:58 PM IST  |  રાજકોટ

રાજકોટમાં હિટ વેવ : 42 ડિગ્રી તાપમાન, ઓરેન્જ એલર્ટ જાહેર

રાજકોટમાં ગરમી 42 ડિગ્રીને પાર

રાજકોટમાં ગુરૂવારે તાપમાનનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચતા શહેરના મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે અને સાવચેતીનાં પગલા લેવડાવ્યા છે. આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે તાપમાન ૪૪ ડીગ્રીએ પહોંચતા શહેરની ઓફીસોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા લોકોને ટાઢો છાંયો મળે તે માટે બગીચાઓ બપોરે ખુલ્લા રાખવા. આરોગ્ય કેન્દ્રોમાં ORSનાં પેકેટો તૈયાર રાખવા સહિતનાં પગલા લેવાઇ રહ્યા છે. આ અંગે કમિશ્નરએ વિસ્તૃત વિગતો આપતાં જણાવેલ કે, હિટવેવ (ગરમીનું મોજું), એ અતિશય ઉષ્ણ આબોહવાનો સમયગાળો છે. આઇએમડી (ભારતીય હવામાન વિભાગ) મુજબ જયારે હવાનું તાપમાન સદા પ્રદેશોમાં ઓછામાં ઓછું ૪૦ સે. (૧૦૪ ફે.) થાય અને પર્વવીય પ્રદેશોમાં ૩૦ સે., (૮૬ ફે.) થી વધારે ત્યારે ગરમીનું મોજું (હિટવેવ) ગણાય છે. આઇએમડી (ભારતીય હવામાન વિભાગ) દ્વારા હિટવેવની સમજ તથા ચેતવણી માટે ગરમીના મોજા માટેનાં રંગ સંકેતો (કલર એલર્ટ) નકકી કરેલ છે.

આ પણ વાંચો : રાજકોટ : સ્કોલરશિપ ન મળતા SC-ST ના વિદ્યાર્થીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

સૌથી વધુ અસર કોને પડશે અને શું થશે.?
ગરમી વધતા નાના
  બાળકો અને વૃધ્ધો, સામાજીક રીતે અલગ રહેતા લોકો, માનસિક બીમાર વ્યકિતઓ, હૃદય, કીડની કેન્સર ફેફસાની લાંબી બીમારથી પીડિત લોકો અશકત લોકોને હીટ એલર્ટની સૌથી વધુ અસર થાય છે. ગરમીને કારણે માંદગીના ચિન્હો હીટ સ્ટ્રોક-ગરમીથી થકાવટ - હીટ ક્રેમ્પ્સ, ગરમીની ફોલ્લીઓ ગરમીમાં બહાર ફરવાથી કે પરસેવાથી થાય, હીટ ક્રેમ્પ્સ ગરમીમાં કામ કરવાથી સ્નાયુઓનું દુઃખાવા સાથે ખેંચાણ, ગરમીમાં થકાવટ, માથાના દુઃખાવા સાથે સામાન્ય નબળાઇ, થકાવટ, હીટ સીન્કોપ, કોઇ સીઝર કે સ્ટ્રોકની બીમારી ન હોવા છતાં બેભાન થઇ જવું વગેરે ચિન્હો હોય છે. સારવાર કેવી રીતે કરવી ? દર્દીને પર્યાવરણીય ગરમીના સંસર્ગમાંથી દૂર કરો અને શારીરિક પ્રવૃતિ બંધ કરાવો. બહારથી ઠંડક આપવાની પ્રક્રિયા શરૂ કરો. ઠંડા પાણીમાં ભીનો કરેલો ટુવાલ કે આઇસ પેક બગલ, જાંધ, અને ગળા ફરતે રાખો, જો દર્દીની સ્થિતિ સ્થિર હોય તો ઠંડા પાણીના ફુવારાથી સ્નાન પણ કરી શકે છે.

gujarat rajkot