મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની યાત્રા માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

13 September, 2019 04:59 PM IST  |  અમદાવાદ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની યાત્રા માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

બુલેટ ટ્રેન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની ટિકિટ લગભગ ત્રણ હજાર રૂપિયા રહેશે. આ હાઈ સ્પીડ કૉરિડોર માટે કુલ 1380 હેક્ટર ભૂમિનું અધિગ્રહણ કરવામાં આવશે, જેમાં 622 હેક્ટરનું થઈ ચૂક્યું છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કૉરિડોરના મેનેજર અચલ ખરેએ આ પરિયોજનાને મૂર્તિ રૂપ આપી રહ્યા છે. એમણે કહ્યું અમને ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં કુલ 1380 હેક્ટર જગ્યાની જરૂરત છે. એમા ખાનગી, સરકારી અને વન ભૂમિ સામેલ છે. અત્યાર સુધી અમે 45% જગ્યાનું અધિગ્રહણ કરી ચૂક્યા છે. અમે પરિયોજનાને ડિસેમ્બર 2013 સુધી પૂર્ણ કરી લેશું.

માર્ચથી શરૂ થઈ શકે છે માર્ગનું નિર્માણ કાર્ય

ખરે જણાવે છે કે બુલેટ ટ્રેન માર્ગનુ નિર્માણ કાર્ય માર્ચ 2020થી શરૂ થવાની આશા છે. એમણે કહ્યું, અમે પૂર્ણ યોજનાઓને 27 પેકેજમાં વિતરણ કરી છે. એમાં વાપી અને વડોદરાની વચ્ચે 237 કિલોમીટર લાંબો પુલ અને વડોદરાથી અમદાવાદની વચ્ચે 87 કિલોમીટર લાંબો એક અન્ય પેકેજ સામેલ છે. ચાર મોટા પેકેજો માટેના ટેન્ડર થયા છે. એમાં મહારાષ્ટ્રમાં સમુદ્રની નીચે સુંરગ બનાવવાનું કામ પણ સામેલ છે.

આ પણ વાંચો : નર્મદા નદીમાં ઘોડાપૂર આવતા કાંઠા વિસ્તારો પાણીમાં ગરકાવ, NDRFની ટીમે કર્યો સર્વે

બુલેટ ટ્રેન લગાવશે રોજ 70 ચક્કર

NHSRCLના એમડી અચલ ખરેએ જણાવ્યું કે કામ પૂર્ણ થયા બાદ મુંબઈથી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન સવારે છ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી બન્ને તરફથી 35-35 એટલે કુલ 70 ચક્કર લગાવશે. એનું ભાડું લગભગ 3000 રૂપિયા રહેશે. 508 કિલોમીટર લાંબા આ માર્ગ પર કુલ 12 સ્ટેશન રહેશે. અમદાવાદના હાલના રેલવે સ્ટેશન પર જ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટેશનનાં પૂર્વ ક્ષેત્રમાં 10,11 અને 12 નંબર પ્લેટફૉર્મ પર બનશે.

ahmedabad gujarat