700 કરોડના ખર્ચે બનેલા મોટેરા સ્ટેડિયમનો ફર્સ્ટ લુક

19 February, 2020 05:10 PM IST  |  Ahmedabad | Mumbai Desk

700 કરોડના ખર્ચે બનેલા મોટેરા સ્ટેડિયમનો ફર્સ્ટ લુક

BCCIએ ટ્વિટર પર મુકેલી મોટેરાની તસવીર

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પહોંચવામાં હવે થોડાક જ દીવસો બાકી છે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે ટ્રમ્પ. પણ કરોડોના ખર્ચે બનેલું આ સ્ટેડિયમ કેવું છે તે તો જોવું રહ્યું. આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ મીડિયાને જણાવ્યું હતું કે આ સ્ટેડિયમ વિશ્વની અગ્રણી કંપનીએ ડિઝાઇન કર્યું છે.

શું છે સ્ટેડિયમની ખાસિયત?

મેલબોર્નનાં ક્રિકેટ ગ્રાઉન્ડથી મોટું એવું આ સ્ટેડિયમ વિશાળ છે અને તે કુલ 64 એકરમાં તેનું બાંધકામ કરાયું છે, અહીં વરસાદી પાણીનો ઉપયોગ થાય તેવી ખાસ સગવડ કરાઇ છે. 125 જેટલા હાઇડ્રેટ પોઇન્સ્ છે અને પીવાના પાણીની ખાસ લાઇન નંખાઇ છે. 700 કરોડના ખર્ચે બનેલા સ્ટેડિયમમાં એક સાથે 1 લાખ 10 હજાર લોકો બેસી શકશે. મોટેરા વિસ્તારમાં બનેલું આ સ્ટેડિયમ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમને નામે ઓળખાશે.

 

motera stadium donald trump narendra modi ahmedabad board of control for cricket in india