રાજકોટમાં ફરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ઝડપાયું 22 લાખનું ડ્રગ્સ

17 April, 2019 12:32 PM IST  |  રાજકોટ

રાજકોટમાં ફરી નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ઝડપાયું 22 લાખનું ડ્રગ્સ

રાજકોટમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો

ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે રાજકોટમાંથી લાખોની કિંમતનો મોરફીનનો જથ્થો ઝડપાયો છે. આ પહેલી વાર નથી કે રાજકોટમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં માતા-પુત્રની  ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી છે.

22 લાખથી વધુનું ડ્રગ ઝડપાયું
આરોપીના નામ રફીક બેલીમ અને જુબેદાબેન સલીમ છે. જેમની પાસેથી હેરોઈનના સક્રીય ઘટક મોરફીનનો 223. 370 ગ્રામ જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત 22 લાખ 33 હજાર 700 રૂપિયા જેવી થવા જાય છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ
આરોપી માતા પુત્રના નામ આ પહેલા પણ પોલીસના ચોપડે ચડી ચુક્યા છે. રફીર બેલીમ એક મર્ડર કેસમાં 21 વર્ષ સુધી જેલમાં હતો. પાંચ મહિના પહેલા જ તે મુક્ત થયો હતો. જ્યારે તેના માતા જુબેદા બેન આ પહેલા દેશી દારૂના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ વર્ષો વર્ષ કમોસમી વરસાદથી બગડે છે પાક, પણ નથી આવતો ઉકેલ

રાજકોટને નશામુક્ત બનાવવા અભિયાન
શહેરમાંથી નશામુક્ત બનાવવા માટે રાજકોટ પોલીસ, ક્રાઈમ બ્રાંચની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. લોકસભાને ચૂંટણીને અનુલક્ષીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેના પગલે ડ્રગ્સનો આ જથ્થો પકડવામાં પોલીસને સફલતા મળી છે.

rajkot gujarat