રાજકોટ : જિલ્લામાં યોગ દિવસે 2200 સ્થળો પર 6 લાખથી વધુ લોકો યોગા કરશે

19 June, 2019 01:11 AM IST  |  Rajkot

રાજકોટ : જિલ્લામાં યોગ દિવસે 2200 સ્થળો પર 6 લાખથી વધુ લોકો યોગા કરશે

Rajkot : ભારતભરમાં આગામી તા 21 જુનના રોજ વિશ્વ યોગ દિન નિમિત્તે આ વખતે યોગ માટેના જાહેર સ્થળોમાં ઐતિહાસિક સ્થળો, ધામિર્ક સ્થળો અને આઈકોનીક સ્થળોની પસંદગી કરવામાં આવી છે તે મુજબ રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઈસ્કૂલ), ગાેંડલમાં ભૂવનેશ્વરી મંદિર અને પેલેસ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લામાં કુલ 2200 જેટલા સ્થળોએ સાડા છ લાખ લોકો યોગ કરશે અને આ માટેની તડામાર તૈયારી રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા થઈ રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ઉપરાંત વિવિધ સંસ્થાઆે દ્વારા પણ યોગનું આયોજન થઈ રહ્યું છે. દિવ્યાંગો અને વિકલાંગો માટે યોગ સંદર્ભે સમાજ કલ્યાણ કચેરી દ્વારા આયોજન ગોઠવાઈ રહ્યું છે. રાજકોટની માફક ગુજરાતના તમામ જિલ્લાઆેમાં આઈકોનીક, ઐતિહાસિક અને ધામિર્ક સ્થળોની પસંદગી સામુહીક યોગના કાર્યક્રમ માટે કરવામાં આવી છે. રાજ્ય સરકારે દરેક જિલ્લામાંથી આવા સ્થળોની યાદી માગી હતી અને તેને અંતિમ સ્વરૂપ આપી જે તે જિલ્લા કલેકટરોને મોકલી આપેલ છે.

gujarat rajkot