મોરબી: 70 વયના વૃદ્ધા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે આપી 7 વર્ષ સજા

04 April, 2019 08:48 PM IST  |  મોરબી

મોરબી: 70 વયના વૃદ્ધા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે આપી 7 વર્ષ સજા

મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ (PC : Google)

ગુજરાતના મોરબી શહેરમાં આવેલા માળિયા ગામમાં આજથી ત્રણ વર્ષ પહેલા બનેલી દુષ્કર્મની ઘટનામાં કોર્ટે ચુકાદો આપતા નરાધમ આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી છે અને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જો કે મહત્વની વાત એ છે કે ભોગ બનનાર 70 વર્ષની વૃદ્ધ મહિલા હતી અને તેને ન્યાય મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.

2016માં એકલતાનો લાભ લઇ નરાધમે 70 વર્ષની વૃધ્ધા પર આચર્યું હતું દુષ્કર્મ
માળિયામાં 14 ઓક્ટોબર 2016માં ચકચારી બનાવની દુષ્કર્મની ઘટનામાં ગામના રહેવાસી પતિ-પત્ની કામકાજ સબબ બહાર ગયા હતા અને વૃધ્ધા ઘરે એકલા હોય અને આરોપી જયંતી મનજી બારોટ નામનો શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને ૭૦ વર્ષીય વૃધ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે ભોગ બનનારના પુત્રવધુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને માળિયા પોલીસે દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીને ઝડપી લીધોં  હતો.


ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો ચુકાદો
આ કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા આજે ડીસ્ટ્રીકટ કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને સજા ફટકારી છે સરકારી વકીલ સંજય દવેએ કરેલી દલીલોને પગલે આરોપીને કોર્ટે દુષ્કર્મના કેસમાં ૭ વર્ષની સજા અને ૭૦૦૦ નો દંડ તેમજ કલમ ૪૫૨ હેઠળ ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ કર્યો છે અને આરોપીને કુલ ૭ વર્ષની સજા તેમજ ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ આરોપી દંડ ના ભરે તો વધુ છ માસની કેદની સજા કરવાનો હુકમ આપ્યો છે.


આ પણ વાચો : અમદાવાદ : કાફેમાં IPL મેચ પર સટ્ટો રમતા 5 લોકોની ધરપકડ

ભોગ બનનાર વૃધ્ધાને ન્યાય મળ્યો તે પૂર્વે જ મોત
આજે મોરબી કોર્ટે દુષ્કર્મનો ભોગ બનેલ વૃદ્ધાને ન્યાય આપતા દુષ્કર્મની કલમની જોગવાઈ મુજબ નરાધમ આરોપીને સાત વર્ષની કેદની સજા કરી છે જોકે ભોગ બનનાર વૃદ્ધા ચાર્જશીટ ફાઈલ થયા બાદ કેસ ચાલતો હોય દરમિયાન જ મૃત્યુ પામ્યા છે

gujarat rajkot Crime News