મોરબી : સિવીલ હોસ્પિટલમાં પંખાના ઠેકાણા નથી અને અધિકારીઓની ચેમ્બરમાં AC

04 April, 2019 09:17 PM IST  |  મોરબી

મોરબી : સિવીલ હોસ્પિટલમાં પંખાના ઠેકાણા નથી અને અધિકારીઓની ચેમ્બરમાં AC

મોરબી સિવીલ હોસ્પિટલ (PC : Google)

ગુજરાતમાં ગુરૂવારે મોરબી શહેર લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું. ચર્ચાનું કારણ સરકારી કામકાજને લઇને હતું. શહેરની સિવિલ હોસ્પિટલ તેની સેવાઓ માટે નહિ પરંતુ અવ્યવસ્થા અને અણધડ વહીવટ માટે જાણીતી બની છે. છાશવારે સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવ અને બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે હાલમાં જ હોસ્પિટલના એસએનસીયુ વોર્ડમાં ભર ઉનાળે ગરમીમાં ફરજ બજાવવા માટે સ્ટાફ મજબુર છે તો બીજી તરફ અધિકારીઓની ચેમ્બરમાં એસીની સુવિધા ઉપલબ્ધ છે.

સિવીલ હોસ્પિટસમાં સમસ્યા પુરી થવાનું નામ નથી લેતી
શહેરની સિવીલ હોસ્પિટલ માં દિવસે ને દિવસે સુવિધાઓ વધવાને બદલે દુવિધાઓ વધી રહી છે. ગાયનેક વોર્ડની સાથે નવજાત શિશુ માટે એસએનસીયુ વોર્ડ કાર્યરત છે. તાજેતરમાં જ વિભાગીય નાયબ નિયામકના ઈન્સ્પેકશન દરમિયાન એસએનસીયુ વોર્ડના ફરજ પરના સ્ટાફને તેના જ વોર્ડમાં બેસી ફરજ બજાવવાની સુચના આપવામાં આવી છે. પરંતુ એસએનસીયુ વોર્ડના નર્સીંગ રૂમમાં પંખાની જ સુવિધા ઉપલબ્ધ નથી અને આ અંગે વોર્ડ ઈન્ચાર્જ દ્વારા અધિક્ષકને અવાર નવાર જાણ કરવા છતાં આજ દિવસ સુધી પંખાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. જેથી સ્ટાફને ફરજ બજાવવામાં હાલાકી પડી રહી છે.

આ પણ જુઓ : 'ચાલ જીવી લઈએ'ની સક્સેસ પાર્ટીમાં જુઓ ગુજરાતી કલાકારોનો જલવો

નવજાત જન્મેલા શિશુના વોર્ડમાં પણ અનેક સમસ્યાઓ
આ વોર્ડમાં તાજા જન્મેલા શિશુઓને વિવિધ સારવાર હેતુ વોર્ડમાં રાખવામાં આવે છે. જેમાં મળ, કમળો, ઓછો વજનમાં જન્મેલા, નવજાત શિશુઓને ડોકટરની સુચના અનુસાર પેટીમાં રાખવામાં આવે છે. જેને બે-બે કલાકની અંતરે સતત દેખભાળ હેઠળ રાખવાના હોય છે. પરંતુ વોર્ડના નર્સીંગ રુમ માં જ પંખાની કોઈ જ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ફરજ પરના સ્ટાફને ના છુટકે બહાર બેસવું પડે છે. જેના કારણે નવજાત શિશુઓને બહાર નો ચેપ લાગવાની ભીતી પણ સેવાઈ રહી છે.

rajkot gujarat