દ​ક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

22 July, 2020 12:26 PM IST  |  Gandhinagar | Agencies

દ​ક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર

ગયા કેટલાક સમયથી વરસાદ રાજ્યમાં સંતાકૂકડી રમી રહ્યો છે. આકાશમાં કાળાં ડીબાંગ વાદળો છવાઈ જાય છે, પરંતુ વરસાદ મન મૂકીને વરસતો નથી. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૬ ટકા વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ ખેડૂતો હાલમાં પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી ૬ દિવસ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગઈ કાલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. ચોમાસું સીઝનનો કરન્ટ ગઈ કાલે પણ દરિયામાં યથાવત્ હતા. દરિયામાં ૧૦ મીટર જેટલાં ઊંચાં મોજાં જોવા મળ્યાં અને ચોપાટી રોડ પર દરિયાનાં તોફાની મોજાં ઊછળ્યાં હતાં. આગામી ૬ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૫ જુલાઈએ અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

gujarat Gujarat Rains gandhinagar saurashtra