સુરત : બસમાં બેઠેલા મુસાફરના ખીસામાં મોબાઇલની બેટરી ફાટતા 3 લોકોને ઇજા

18 April, 2019 07:58 PM IST  |  સુરત

સુરત : બસમાં બેઠેલા મુસાફરના ખીસામાં મોબાઇલની બેટરી ફાટતા 3 લોકોને ઇજા

મોબાઇલ બેટરી થઇ બ્લાસ્ટ

સુરત શહેરના ઉચ્છલ તાલુકામાં આવેલ બસ સ્ટેન્ડ પાસે એક બસમાં મુસાફરી કરતા યુવકના પેન્ટમાં મુકેલ મોબાઈલની બેટરી અચાનક ફાટતા બસમાં સવાર મુસાફરી કરી રહેલા મુસાફરોમાં અફડાતફડી મચી ગઈ હતી. મોબાઇલની બેટરી ફાટવાની ઘટનામાં 3થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઇજા પામેલા લોકોમાંથી 2ને ઉચ્છલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. તો ગંભીર રીતે ઘવાયેલી એક મહિલાને વધુ સારવાર માટે સુરત ખસેડાઇ.



પેન્ટના ખીસ્સામાં રહેલા મોબાઈલની બેટરી ફાટી
ઉચ્છલ તાલુકાના એક બસ સુરત બસ સ્ટેન્ડ નજીક આવી ઊભી રહી હતી. દરમિયાન એક મુસાફર જયપાલ ભાવજી વળવી (ઉ. 35) (રહેવાસી-ગામ, કરોડ,તા.ઉચ્છલ) ના પેન્ટના ખીસ્સામાં મુકેલ કાર્બન કંપની નો મોબાઈલ હતો. તે અચાનક ખીસ્સામાં મોબાઈલની બેટરી ફાટતા સળગી ઉઠ્યો હતો. મોબાઇ અચાનક સળગી ઉઠતા યુવક પણ દાઝી ગયો હતો. જેથી જયપાલએ મોબાઈલ તાત્કાલિક કાઢી બસની સીટ પર ફેંકી દીધો હતો. જેથી મોબાઈલ બેટરી સળગીને ફાટતા બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. જેથી કેટલાક મુસાફરો મહામુસીબતે બહાર નીકળ્યા હતા.

surat gujarat