ગુજરાતના આ MLA શહીદોના પરિવારોને આપશે 3 મહિનાનો પગાર

16 February, 2019 08:25 PM IST  | 

ગુજરાતના આ MLA શહીદોના પરિવારોને આપશે 3 મહિનાનો પગાર

ગુજરાતના આ ધારાસભ્ય કરશે પુલવામાના શહીદોને મદદ

રાજ્યના બાયડ વિધાનસભા મતક્ષેત્રથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મદદ સરવાની જાહેરાત કરી છે. ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું કે, 'પુલવામા ખાતે CRPFના જવાનો પર જે આત્મઘાતી હુમલો થયો તેમાં આપણા વીર જવાનો શહીદ થયા છે ત્યારે આ દુઃખના સમયમાં આખો દેશ એકજૂથ છે અને શહીદોના પરિવારની સાથે છે ત્યારે હું ગુજરાત સરકારને આ પત્ર લખી જણાવું છું કે મેં ધારાસભ્ય બન્યા બાદ પગાર લીધો નથી અને પગાર લેતો નથી પરંતુ મારો છેલ્લા ત્રણ મહિનાનો પદાર મારા શહીદ જવાનોને પરિવારને અર્પણ કરવામાં આવે.'

2017 વિધાનસભા ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતા અને જીત્યા હતા. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે હુમલા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ અરજી કરી છે.

gujarat Gujarat Congress jammu and kashmir terror attack