JNU સહિત દેશની 12 કૉલેજમાં સ્પીચ આપશે જિજ્ઞેશ મેવાણી

13 February, 2019 08:22 AM IST  | 

JNU સહિત દેશની 12 કૉલેજમાં સ્પીચ આપશે જિજ્ઞેશ મેવાણી

JNUમાં સ્પીચ આપશે જિજ્ઞેશ મેવાણી

JNU સહિત દેશની 12 કૉલેજોમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સ્પીચ આપશે. એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી જિજ્ઞેશની સ્પીચ કૅન્સલ કરાવ્યા બાદ એક મહિના સુધી તેને અન્ય 12 કૉલેજોએ સ્પીચ આપવા આમંત્રણ આપ્યું છે. આજે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને JNU વિદ્યાર્થી યુનિયનના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સાથે જિજ્ઞાશ મેવાણી રાજકોટમાં રૅલીને સંબોધશે.

ગુજરાતના વડગામ વિધાનસભાના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીની અમદાવાદની એચ. કે. કૉલેજમાંથી સ્પીચ કૅન્સલ કરાવ્યા બાદ હવે તે વિવિધ 12 કૉલેજોમાં સ્પીચ આપશે.

આ પણ વાંચોઃ એચ. કે. કોલેજ વિવાદઃજિજ્ઞેશ મેવાણીના ભાજપ પર પ્રહાર, રાજીનામાને આપ્યો ટેકો

શરૂઆત 16 ફેબ્રુઆરીએ મેઘાલય યુનિવર્સિટીથી થશે એમ જણાવતાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ‘22 ફેબ્રુઆરીએ કેરળની યુનિવર્સિટીમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની યુથ કૉન્ફરન્સ સંબોધીશ. 24 ફેબ્રુઆરીએ મદ્રાસ ઇનસ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજીમાં આમંત્રણ પર યુથ કૉન્ક્લેવમાં સ્પીચ આપીશ. ત્યાર બાદ માર્ચમાં દિલ્હી, અશોકા, JNU અને બૅન્ગલોરની યુનિવર્સિટીમાં સ્પીચ આપીશ. આ ઉપરાંત ચૌકીદાર હી ચોર હૈ વિષય પર લખાયેલાં ૨૫ હજાર પુસ્તકોનું અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વિતરણ કરવામાં આવશે.’

Jignesh Mevani gujarat news