ધારાસભ્ય મંગળ ગાવિત સ્ટેજ પરથી બોલ્યા અભદ્ર શબ્દ

14 February, 2019 04:09 PM IST  |  ધરમપુર

ધારાસભ્ય મંગળ ગાવિત સ્ટેજ પરથી બોલ્યા અભદ્ર શબ્દ

ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત

રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. અને રાહુલની લાલ ડુંગરીની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જનસાગરને જોતા કોંગ્રેસના નેતાઓ ઉત્સાહમાં આવી ગયા હોય તો નવાઈ નહીં. જો કે હજારો લોકોની ભીડ સામે કોંગ્રેસના ધારાસભ્ય ભાન ભૂલ્યા.

કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે સભામાં સંબોધન કરવા દરમિયાન અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો. મંચ પરથી પોતાના સંબોધન દરમિયાન તેમણે ભાજપને અપશબ્દો કહ્યા હતા. મંગળ ગાવિતે પોતાના સંબોધન દરમિયાન કહ્યું,'જે રીતે જાંબાઝ આ જનઆક્રોશ રેલી નહીં રેલો છે. આ રેલો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી નીકળીને દિલ્હી પહોંચશે ત્યારે ભાજપે ભાગવું પડશે. આદિવાસી નામે ભાજપે વિકાસ નહીં વિનાશ કર્યો છે. નદી જોડાણ પ્રોજેક્ટ, ભારત માલા પ્રોજેક્ટ, આદિવાસી માલા પ્રોજેક્ટ, આ બધા પ્રોજેક્ટના નામે ભાજપ આદિવાસીઓનું શોષણ કરી રહ્યું છે. ભાજપના (અભદ્ર શબ્દ) વિનાશ કરવા બેઠા છે.'

આ પણ વાંચોઃ વલસાડઃકોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ રાહુલને કર્યું વ્હાલ

સ્ટેજની સામે હજારોની સંખ્યામાં ભીડ હતી. તેમ છતાંય ધારાસભ્ય મંગળ ગાવિત પોતાની જીભ પર લગામ ન રાખી શક્યા. સભામાં હાજર હજ્જારો મહિલાઓની હાજરીમાં અપશબ્દ બોલતા તેમની ટીકા થઈ રહી છે.

rahul gandhi Gujarat Congress