ગુજરાતના મિનિસ્ટરના પુત્રની મહિલા કૉન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક

12 July, 2020 12:48 PM IST  |  Surat | Agencies

ગુજરાતના મિનિસ્ટરના પુત્રની મહિલા કૉન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક

પ્રતીકાત્મક તસવીર

સુરતમાં ગતરોજ એક ઑડિયો વાઇરલ થયો હતો, જે મુજબ પોલીસ હેડ ક્વૉર્ટરમાં ફરજ બજાવતી કૉન્સ્ટેબલ સુનીતા યાદવે ગુરુવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમ્યાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કરફ્યુનો ભંગ કરતાં સુનીતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં પ્રધાન કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બન્ને વચ્ચે જીભાજોડી થઈ હતી. જોકે અધિકારીને આ મામલે ફરિયાદ કરતા અધિકારી દ્વારા આ મહિલાની વાત સાંભળવાની જગ્યા પર તેને ખખડાવવામાં આવતી હોવાને લઈને આ મહિલા કર્મચારી દ્વારા ઑડિયો વાઇરલ કરવામાં આવ્યો છે.
સુરતમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાની ગાઇડલાઇનનું કડકપણે પાલન કરાવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે ત્યારે સાંજ પડતાની સાથે કડકપણે કરફ્યુનું પાલન પણ કરવાનું છે, ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તારમાંથી ૧૦.૩૦ વાગ્યે ગાડી પસાર થતાં તેને અટકાવી હતી. જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહીં પહેર્યા હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા.
જોકે મહિલા સાથે આ રીતે વાત કરતા મહિલા કર્મચારી પણ ઉશ્કેરાઈ હતી ને સુનીતા યાદવે કહ્યું હતું કે પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડા પ્રધાન મોદીને ઊભા રાખવાની ત્રેવડ છે મારામાં.’ તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડા પ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મને અહીં ૩૬૫ દિવસ ઊભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. પ્રધાનનો દીકરો છે તો શું થયું. એક કામ કરો, મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો.

surat gujarat