16 February, 2026 12:17 PM IST | Veraval | Gujarati Mid-day Correspondent
મિની ઇલેક્ટ્રિક ટ્રેન
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે મહાશિવરાત્રિના પાવન અવસરે એક મોટી ખુશખબરી આવી છે. હવે ભક્તોને પાર્કિંગથી મંદિર સુધી પગપાળા લાંબું ચાલવાની જરૂર નહીં પડે. ૧૪ ફેબ્રુઆરીથી સોમનાથ મંદિરના પાર્કિંગથી મંદિરના એન્ટ્રી ગેટ સુધી ચાર મિની ઇલેક્ટ્રિક ટ્રેનોની સુવિધા શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનો સતત શ્રદ્ધાળુઓને પાર્કિંગથી મંદિર અને મંદિરથી પાછા પાર્કિંગ સુધી લાવવા-લઈ જવાનું કામ કરે છે. મિની ઇલેક્ટ્રિક ટ્રેન મંદિરનાં કપાટ ખૂલે ત્યારથી બંધ થાય ત્યાં સુધી નિરંતર ચાલતી રહેશે. એક ટ્રેનમાં ૧૮ ભક્તો બેસી શકે એવી વ્યવસ્થા છે.