Gujaratમાં બનવા લાગી કાનપુરની મેટ્રો ટ્રેન, જાણો વિગતો

27 February, 2021 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Gujaratમાં બનવા લાગી કાનપુરની મેટ્રો ટ્રેન, જાણો વિગતો

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

કાનપુર મેટ્રો માટે શુક્રવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. યૂપી મેટ્રો રેલ કૉર્પોરેશનના પ્રબંધ નિદેશક કુમાર કેશવે ગુજરાતમાં વડોદરા પાસે સાવલી પ્લાન્ટમાં પૂજન કરી કાનપુરના મેટ્રો ટ્રેનના નિર્માણની શરૂઆત કરવામાં આવી. આ મેટ્રો ટ્રેન સપ્ટેમ્બરમાં કાનપુર આવવાની શરૂ થશે. નવેમ્બપમાં મેટ્રોનું ટ્રાયલ રન થશે. કુમાર કેશવે જણાવ્યું કે કાનપુર અને આગ્રા મેટ્રો પરિયોજનાઓ માટે મેટ્રો ટ્રેનોનું નિર્માણ બાંબાર્ડિયરના ગુજરાત સ્થિત પ્લાન્ટમાં શરૂ થઈ ગયું છે. યૂપી મેટ્રોના નિદેશક રોલિંગ સ્ટૉક એન્ડ સિસ્ટમ અતુલ કુમાર ગર્ગ, નિદેશક પરિચાલન સુશીલ કુમાર રહ્યા.

કાનપુર આવશે 39 ટ્રેનો
કાનપુર મેટ્રોના બન્ને કૉરિડોરમાં ત્રણ મેટ્રો કોચની 39 ટ્રેનની સપ્લાય થવાની છે. આ રીતે કાનપુર મેટ્રો રેલ પરિયોજના માટે 117 કોચનું નિર્માણ થવાનું છે. આનું નિર્માણ બાંબાર્ડિયરના જર્મની અને હૈદરાબાદના ડિઝાઇન વિશેષજ્ઞોના પરામર્શની સાથે થઈ રહ્યા છે. મેટ્રો ટ્રેનોના ડિઝાઇનથી સંબંધિત દસ્તાવેજ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગનાઇઝેશન (RDSO)ને મોકલી દેવામાં આવ્યા છે.

સંચાર આધારિત ટ્રેન નિયંત્રણ પ્રણાલી
કાનપુરની મેટ્રો ટ્રેને ઑટોમેટિક ટ્રેન ઑપરેશનને ધ્યાનમાં રાખતા સીબીટીસી પ્રણાલી એટલે કે સંચાર આધારિત ટ્રેન નિયંત્રણ પ્રણાલીથી લેસ હશે. આ અત્યાધુનિક મેટ્રો ટ્રેનો ઉર્જા સંરક્ષણ, સુરક્ષિત પરિચાલન અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા ડિઝાઇન કરવામાં આવી છે. આમાં કાર્બન ડાઇ ઑક્સાઇડ સેન્સર આધારિત ઍર કન્ડીશનિંગ સિસ્ટમ હશે. જેથી મેટ્રો ચલાવવામાં ઉર્જાની બચત થશે.

gujarat kanpur