20 April, 2023 06:36 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Gujarat: અરવલ્લી જિલ્લામાં દુઃખદ અકસ્માત થયો છે. અહીં ફટાકડાંની ફેક્ટ્રીમાં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચાર મજૂર આમાં જીવતા બળી ગયા છે. પાંચ મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. આગ એટલી તો વિકરાળ લાગી છે કે પાંચ કિલોમીટર દૂરથી આનો ધૂમાડો દેખાઈ રહ્યો છે.
ગુજરાત અરવલ્લી વિસ્તારમાં એક ફટાકડાની કંપનીમાં આગ લાગી છે. આગ લાગવાથી ચારના મોતના સમાચાર છે. અરાવલી જિલ્લા SP સંજય ખરાતે જણાવ્યું કે માહિતી મળી છે કે માત્ર ચાર જણ અંદર હતા, તેમ છતાં બચાવ અભિયાન ચાલુ છે. ફાયર ઑફિસર દિગ્વિજય સિંહ ગઢવીએ જણાવ્યું કે ભીષણ આગ લાગવાની સૂચના મળતા જ અમારો સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો. આગલ ઓલવવાનું કામ ચાલુ છે.
નોંધનીય છે કે મોડાસા નજીક ફટાકડાની ફેક્ટ્રીમાં વેલ્ડિંગ કામના દરમિયાન આગ લાગી ગઈ. આથી દોડા-દોડની સ્થિતિ સર્જાઈ. જોત-જોતામાં હાહાકાર મચ્યો. મજૂર જીવ બચાવવા માટે અહીંથી ત્યાં દોડવા માંડ્યા.
આ દરમિયાન ચાર મજૂર આગ વચ્ચે ફસાઈ ગયા અને તેમનો જીવ ગયો. આ અગ્નિકાંડમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું તેવા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગી છે. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. જે આગ લાગવાના કારણની તપાસમાં લાગેલી છે.
આ પણ વાંચો : જમ્મૂ-કાશ્મીરના પુંછમાં સેનાના ટ્રકમાં લાગી આગ, 4 જવાન શહીદ અનેક ઈજાગ્રસ્ત
ગયા મહિને કાંચીપુરમમાં પણ થયો હતો આવો જ એક ભયાનક અકસ્માત
માર્ચ મહિનમાં ઉત્તરી તામિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આમાં 19 જણ ગંભીર રીતે આગમાં ઈજાગ્રસ્ત થયા હતા. આ દુઃખદ અકસ્માત 8ના મોત પણ થયા હતા.