ધોનીની દીકરી પર દુષ્કર્મની ધમકી આપનારો શખ્સ ગુજરાતમાં ક્યાંથી પકડાયો?

11 October, 2020 09:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધોનીની દીકરી પર દુષ્કર્મની ધમકી આપનારો શખ્સ ગુજરાતમાં ક્યાંથી પકડાયો?

ફાઈલ તસવીર

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશયલ મીડિયા ઉપર રેપની ધમકી મળી હતી. મીડિયામાં આલા સમાચારો પ્રમાણે ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીને ઈન્સ્ટાગ્રામ ઉપર જીવાને રેપની ધમકી મળી હતી. એટલું જ નહી લોકો સોશયલ મીડિયામાં જીવાને અપશબ્દો પણ બોલી રહ્યાં હતા. આ દરમિયાન ધોનીની દીકરીને ધમકી આપનારો શખ્સ ગુજરાતના કચ્છમાંથી પકડાયો છે.

મહેન્દ્રસિંહ ધોનીની પુત્રીના નામે ધમકી આપનાર શખ્સ સગીર હોવાનું સામે આવ્યું છે. તે કચ્છમાંથી પકડાયો હતો. પોલીસ તપાસમાં તે 12માં ધોરણમાં ભણતો હોવાનું સામે આવ્યું છે. રાંચી પોલીસ આવીને આરોપીનો કબજો લેશે.

બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાયેલી મેચમાં સીએસકે બીજી ઈનિંગમાં ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી. પરિણામે કૅપ્ટન ધોનીની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ હતી. અગાઉ જ્યારે નિષ્ળતા મળે ત્યારે સોશ્યલ મીડિયામાં સંબંધિત ક્રિકેટરની પત્ની અને ગર્લફ્રેન્ડને ટાર્ગેટ કરવામાં આવતુ હતુ, પરંતુ આ વખતે હદ પાર થઈ હતી.

ધોની સેનાની હાર બાદ ધોનીને સોશ્યલ મીડિયામાં તેની પાંચ વર્ષની દિકરી ઝીવાનું બળાત્કાર કરવાની ધમકી મળી રહી છે. ધોનીની પત્ની સાક્ષીના ઈન્સ્ટાગ્રામમાં તેને આ ધમકીઓ મળી હતી.

gujarat kutch ms dhoni chennai super kings