સરકારની સહાય ન મળતા કચ્છમાંથી મોટી સંખ્યામાં માલધારીઓએ હિજરત કરી

01 May, 2019 07:55 PM IST  |  કચ્છ

સરકારની સહાય ન મળતા કચ્છમાંથી મોટી સંખ્યામાં માલધારીઓએ હિજરત કરી

કચ્છથી હિજરત થઇ રહેલ માલધારી સમાજ

દેશભરમાં ભારે ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે કચ્છમાંથી માલધારી સમાજને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કચ્છમાં અત્યારથી પાણીની અછત થવાના કારણે માલધારી સમાજની મુશ્કેલીઓ વધી ગઇ છે. કારણ કે માલધારીઓ પશુ પાલન પર નિરભર રહે છે. વર્ષ 2018માં કચ્છમાં માત્ર 26.51 ટકા વરસાદ થયો હતો અને કચ્છના લખપરમાં તો ગત વર્ષ ચોમાસાની સિઝનનો માત્ર 3.44 ટકા વરસાદ થયો હતો. જેના કારણે પાણીની તંગી સર્જાય અને માલધારીઓએ કચ્છમાંથી હિજરત કરી છે.

1200 પશુઓ સાથે 200 માલધારી પરીવારોએ કચ્છમાંથી હિજરત કરી
આ માલધારીઓ જ્યા ઘાસચારો અને પાણી દેખાયુ ત્યા રહેવા લાગ્યા છે. 1200 પશુઓ સાથે 200 પરિવારે તો બગોદરા-લીમડી હાઈવે નજીક આસરો લીધો છે. જેમ તેમ કરીને દિવસો વિતાવવા મજબૂર બન્યા છે. પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ મુશ્કેલી વધી રહી છે. કારણ કે ઉનાળાની ગરમીએ પાણી વગર જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજુબાજુના વિસ્તારમાં પણ પાણી સુકાય ગયું છે.

આ પણ વાંચો : સ્વરોત્સવઃફોટામાં માણો સૂર અને સાહિત્યના સંગમના જુદા જુદા રંગ

કચ્છમાં દુષ્કાળની સ્થિતી સર્જાઇ
અત્યારની પરીસ્થિતી જોતા કચ્છમાં હાલ દુષ્કાળની પરિસ્થીતી જોવા મળી છે. આ પહેલા કચ્છમાં વર્ષ 1987, 1990,1992,1995માં પણ દુષ્કાળ પડ્યો હતો અને કચ્છ છોડીને મધ્ય ગુજરાત તરફ આવ્યા હતા. એક માલધારીના જણાવ્યા અનુસાર જ્યારે દુષ્કાળ પડ્યો છે ત્યારે સરકારે સહાય આપી છે. પણ ચાલુ વર્ષે કોઈ સહાય મળી નથી. કચ્છમાં સરકારએ ધાસચારો આપવાની વાત કરી છે પરંતુ ત્યા ઘાસચારો મળે છે. પરંતુ કચ્છ છોડીને ગયેલા માલધારીઓને કોઈ સહાય મળી નથી.

1200 પશુઓને દરરોજ 30 કિલો ઘાસ અને 30 લીટર પાણી જોઇએ છે
માલધારીના જણાવ્યા અનુસાર 1200 પશુઓને એક દિવસમાં 30 કિલો ઘાસ અને 30 લીટર પાણી જોઈએ. પરંતુ અત્યારે તો 30 કિલો ઘાસ પણ મળતું નથી. પશુઓને પણ ગૌચરની જમીનમાં ચરાવવામાં આવે છે. અને આજુબાજુમાં ક્યા પાણી મળે તો પીવડાવામાં આવે છે. તરસ્યા અને ભુખ્યા માલધારીઓ અને મલધારીઓના પશુઓ દિવસો વિતાવી રહ્યા છે. ક્યારેક ખાનગી સંસ્થા ઘાસચારાની સહાય કરે છે. પરંતુ સરકારને અનેક વખત રજૂઆત કરવા છતા પણ સહાય મળી નથી.

kutch gujarat