પિતાએ 1 વર્ષની પુત્રીની જમીન પર પછાડીને હત્યા કરી નાખી

09 June, 2019 05:06 PM IST  |  મહેસાણા

પિતાએ 1 વર્ષની પુત્રીની જમીન પર પછાડીને હત્યા કરી નાખી

પ્રતીકાત્મક તસવીર

કહેવાય છે કે એક પિતા અને એક પુત્રી વચ્ચે ઋણાનુબંધનો અદભૂત સંબંધ હોય છે. અને સમાજમાં પણ આપણે મોટા ભાગે જોયું છે કે પિતા પુત્રીનો સંબંધ વહાલથી ભરેલો હોય છે. એક પિતાને પુત્રી કેટલી વહાલી છે તેના પુરાવા આપવાની જરૂર નથી હોતી. પરંતુ મહેસાણાની એક ઘટનાએ આ સંબંધો પર, આ વહાલ પર સવાલ સર્જી દીધો છે. મહેસાણામાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે વાંચીને તમને પણ ગુસ્સો આવી જશે.

જમીન પર પછાડીને કરી હત્યા

મહેસાણામાં સગા બાપે જ પોતાની પુત્રીની હત્યા કરી નાખી, એ પણ સાવ નિર્મમ રીતે. મહેસાણાના વિસનગરમાં આવેલા ખેરાલુ રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારમાં આંતરિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા દરમિયાન પિતાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પોતાની વ્હાસલસોયી માસૂમ 1 વર્ષની પુત્રીને જમીન પર પછાડીને મારી નાખી. જી હાં, ઘટના ચોંકાવનારી છે, પરંતુ આ કિસ્સો ગુજરાતનો જ છે.

ગાંધીના ગુજરાતમાં હિંસા હદ પાર

અહિંસાના પૂજારી એવા ગાંધીના ગુજરાતમાં જ હિંસાની જઘન્ય ઘટના સામે આવી છે. ત્યારે આ કિસ્સો સાંભળીને લોકો ચોંકી રહ્યા છે. સવાલ એ થાય છે કે એક પિતા પોતાની પુત્રીને પોતાના અંશને આટલી ક્રૂર રીતે કેવી રીતે મારી શકે. એટલો તો કેટલો ગુસ્સો કે પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી.

આ પણ વાંચોઃ વડોદરા : વિદ્યાર્થિનીના નગ્ન હાલતમાં ફોટો પાડી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

અમદાવાદમાં 20 દિવસની બાળકીની હત્યા

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા જુદા વિસ્તારોમાં નાના બાળકો પર અત્યાચારના અને હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. વિસનગરનો કેસ તેમાં ઉમેરાયો છે. આ પહેલા અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતમાં બુટલેગરે બાળકીની હત્યા કરી નાખી હતી. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઇની ચાલીમાં ઘરમાં ઘુસીને મહિલાને માર માર્યો હતો. જેમાં 20 દિવસની બાળકીના માથામાં ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું. 

Crime News gujarat