રાજ્યમાં લવ-જેહાદનો પહેલો કેસ: વડોદરામાં યુવકે પોતાને ખ્રિસ્તી કહી લગ્ન બાદ યુવતીનું કરાવ્યું ધર્મપરિવર્તન

18 June, 2021 07:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં વડોદરામાં લવ જેહાદનો પહેલો કેસ સામે આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત પોલીસે બળજબરીથી કે કપટભેર પરિવર્તન સામે તાજેતરમાં અમલમાં આવેલા નવા કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધીને વડોદરાના 26 વર્ષીય  યુવકની ધરપકડ કરી છે. આ માહિતી પોલીસ અધિકારીએ આપી છે. આરોપી મુસ્લિમ યુવક છે અને તેણે પોતાને ક્રિશ્ચિયન હોવાનું કહી  યુવતીને પ્રેમમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતાં.  

ફરિયાદ મુજબ વડોદરાની ગોત્રી પોલીસે એફઆઈઆર નોંધીને ગુજરાત સ્વતંત્રતા (સુધારો) અધિનિયમ 2021 હેઠળ સમીર કુરેશી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ કાયદા હેઠળ લગ્ન દ્વારા બળજબરીથી ધર્મ પરિવર્તન માટે કડક સજાની જોગવાઈ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી સમીર કુરેશી તેના પિતા સાથે દુકાન ચલાવે છે.  પોતાને ખ્રિસ્તી બતાવી અન્ય ધર્મની યુવતીને ફસાવવાનો આરોપ છે.  2019માં યુવતીને સોશિયલ મીડિયા પર યુવકે પોતાનું નામ સેમ માર્ટિન હોવાનું કહ્યું હતું.  સોશિયલ મીડિયા પર પોતાનું ફેક નામ બતાવી યુવતીને પ્રેમમાં ફસાવી હતી. તેમજ વાંધાજનક તસવીરો દ્વારા યુવતીને બ્લેકમેલ કરતો હતો. 

 અધિકારીએ વધુમાં જણાવ્યું કે મહિલાને જ્યારે તે લગ્ન માટે સંમત થઈ ત્યારે તેના ધર્મ વિશે જાણ થઈ. પરંતુ તે પછી જાણવા મળ્યું કે લગ્ન ખ્રિસ્તી ધર્મના રિવાજ મુજબ નથી થઈ રહ્યા અને તેના બદલે નિકાહ રાખવામાં આવ્યાં છે ત્યારે આરોપીનું સાચુ નામ સામે આવ્યું હતું. બાદમાં તે યુવતીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો. 

gujarat vadodara gujarati mid-day