વડોદરા : પોસ્ટલ બેલેટથી 6000 જેટલા પોલીસ જવાનોએ મતદાન કર્યું

18 April, 2019 04:49 PM IST  | 

વડોદરા : પોસ્ટલ બેલેટથી 6000 જેટલા પોલીસ જવાનોએ મતદાન કર્યું

6000 જેટલા પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીના જવાનોએ કર્યું મતદાન

વડોદરામાં પોલીસના 6,000 જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપ્યો હતો. ચૂંટણીના દિવસે સતત ખડેપગે ડ્યૂટી કરતા જવાનોએ વડોદરામાં મતદાન આપ્યું હતું. આ મતદાન દરમિયાન પોલીસના જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાન કેન્દ્ર પર મુલાકાત લીધી હતી અને તમામ પ્રક્રિયાનુ નિરિક્ષણ કર્યું હતું.

6000 જેટલા પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીના જવાનોએ કર્યું મતદાન

વડોદરા લોકસભા બેઠક માટે છાણી અને પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં. 6,000 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ, એસઆરપીના જવાનોએ મતદાન આપ્યું હતું. છાણી મતદાન મથકે જિલ્લા પોલીસ જવાનો દ્વારા મતદાન કરાયું હતું જ્યારે પ્રતાપનગર મથકે શહેર પોલીસ દ્વારા મતદાન કરાયું હતું. આ મતદાન દરમિયાન પોલીસ જવાનો લોકશાહીનો મત વાપરતા જોવા મળ્યા હતા. હોમગાર્ડ અને પોલીસ જવાનોએ ફરજના ભાગ રુપે મતદાન કર્યું હતું.

 

આ પણ વાંચો: Video:ગુજરાતના એંગ્રી યંગ મેન નરેશ કનોડિયાના સિદ્ધુ પર પ્રહાર

 

ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન મથકની મુલાકાત લીધી હતી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને નિહાળી હતી. પોલીસ જવાનો મતદાનના દિવસે ખડેપગે ડ્યૂટી પર રહે છે જેના કારણે તેમની માટે ખાસ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોસ્ટલ બેલેટથી મત આપ્યો હતો.

vadodara Election 2019