Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Video:ગુજરાતના એંગ્રી યંગ મેન નરેશ કનોડિયાના સિદ્ધુ પર પ્રહાર

Video:ગુજરાતના એંગ્રી યંગ મેન નરેશ કનોડિયાના સિદ્ધુ પર પ્રહાર

18 April, 2019 03:57 PM IST | અમદાવાદ

Video:ગુજરાતના એંગ્રી યંગ મેન નરેશ કનોડિયાના સિદ્ધુ પર પ્રહાર

નરેશ કનોડિયા (ફાઈલ ફોટો)

નરેશ કનોડિયા (ફાઈલ ફોટો)


ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષના નેતાઓ મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ મતદારોને આકર્ષવા માટે અભિનેતાઓનો સહારો લઈ રહ્યું છે. ગુજરાતના અમિતાભ બચ્ચન ગણાતા નરેશ કનોડિયા પણ હવે પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. કેટલાક દિવસો પહેલા નરેશ કનોડિયાએ પ્રચારમાં જતા પહેલા એક વીડિયો શૂટ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં નરેશ કનોડિયા પોતાના જ અંદાજમાં કોંગ્રેસના નેતા પંજાબના ડેપ્યુટી સીએમ નવજોતસિંહ સિદ્ધુ પર પ્રહાર કરી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુના પીએમ મોદીને ચોર કહેવાના નિવેદન પર નરેશ કનોડિયાએ વળતો પ્રહાર કર્યો છે. નરેશ કનોડિયાએ વીડિયોમાં કહ્યું છે,'સિદ્ધુ ભાઈ સીધું સુીધું બોલોને, ઉંધુ ઉંધુ ના બોલો. હજી તો તમે હિન્દુસ્તાનના રોટલા ખાવ છો ને પારકા દેશના ગુણ ગાવ છો. અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ચોર કો છો. એનો ન્યાય તમે લોકો નહીં, જનતા જનાર્દન કરશે.'



જુઓ વીડિયો


 આ પણ વાંચોઃ વાત કરીશું એવા ગુજરાતી કલાકારોની જે આજે રાજકારણમાં પણ અવ્વલ છે


નરેશ કનોડિયાના પુત્ર અને ધારાસબ્ય હિતુ કનોડિયાએ પોતાના ફેસબુક પેજ પર આ વીડિયો શૅર કર્યો છે. નરેશ કનોડિયા પણ ભાજપ તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 23 એપ્રિલે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2019 03:57 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK