Video: ચોકીદાર જોઈતો હશે તો નેપાળ જાઈશ, મારે PM જોઈએ છેઃ હાર્દિક પટેલ

23 April, 2019 01:00 PM IST  |  વિરમગામ

Video: ચોકીદાર જોઈતો હશે તો નેપાળ જાઈશ, મારે PM જોઈએ છેઃ હાર્દિક પટેલ

તસવીર સૌજન્યઃ ani

રાજ્યમાં 26 લોકસભા અને 4 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, "'ચોકીદાર ગોતવો હશે તો હું નેપાળ ચાલ્યો જઈશ. મને દેશમાં વડાપ્રધાન જોઈએ છે જે દેશની અર્થવ્યવસ્થાને, શિક્ષણને, યુવાનોનો, જવાનોનો વધુ મજબૂત કરે. મને ચોકીદાર નહીં વડાપ્રધાન જોઈએ છે." જુઓ હાર્દિકના નિવેદનનો વીડિયો...


હાર્દિક લડવાનો હતો લોકસભા
કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી લડવાની પુરેપુરી ઈચ્છા હતી. જો કે કોર્ટ તરફથી તેને રાહત ન મળતા તેની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું હતું. કોંગ્રેસને હાર્દિકને જામનગરથી ટિકિટ આપવા માંગતું હતું.

આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો

hardik patel Gujarat Congress gujarat Loksabha 2019