લોકસભા 2019: ગુજરાતમાં ભાજપના હાથમાંથી સરકી શકે છે આ બેઠકો

15 April, 2019 02:16 PM IST  |  ગાંધીનગર

લોકસભા 2019: ગુજરાતમાં ભાજપના હાથમાંથી સરકી શકે છે આ બેઠકો

ભાજપને મળશે 26માંથી 26?

ગુજરાત પોલીસના ઈંટેલિજંસ બ્યૂરોના રીપોર્ટમાં સામે આવેલા આંકડાઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપને આ વખતે તમામ બેઠકો નહીં મળે. આ રીપોર્ટ અનુસાર ભાજપની જીતનો આંકડો 21 પર આવીને રોકાઈ જાય છે.

ગુજરાતના લાડલા એવા વડાપ્રધાન મોદી બીજી વાર વડાપ્રધાન પદ માટે દાવેદારી કરી રહ્યા છે. ભાજપ દેશ અને ગુજરાતમાં તેમના કાર્યકાળમાં થયેલા વિકાસ અને બેદાગ સરકારના મુદ્દાને આગળ રાખીને જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ 26 માંથી 8 સંસદીય ક્ષેત્રોમાં કોંગ્રેસથી પાછળ રહી ગયું હતું. જો કે છેલ્લા છ મહિનામાં ભાજપે પોતાની રણનીતિ અને પ્રચારના બળે કેટલીક બેઠકો પર સ્થિતિ સુધારી લીધી છે.



કચ્છ, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ,રાજકોટ, પોરબંદર, જામનગર, ખેડા, દાહોદ, વડોદરા, ભરૂચ, સૂરત, નવસારી એવી બેઠકો જ્યાં ભાજપ સામે કોઈ જ પડકાર નથી. પરંતુ પાંચ થી સાત લોકસભા બેઠકો એવી પણ છે જ્યાં ભાજપને મુશ્કેલી પડી શકે છે. રાજ્ય પોલીસના ઈંટેલીજંસ બ્યૂરોના રીપોર્ટમાં ભાજપના હાથમાંથી પાંચ બેઠકો સરકતી નજર આવી રહી છે. 23 એપ્રિલે મતદાન પહેલા ભાજપ આ બેઠકો પર શું કરે છે તેના પર ચૂંટણીનું પરિણામ નિર્ભર રહેશે.

ક્યાં ભાજપ નબળું?

પડકારો છતા બનાસકાંઠા, પાટણ, જૂનાગઢ, અમરેલી અને આણંદ બેઠકો પર કોંગ્રેસ ભાજપથી મજબૂત સ્થિતિમાં નજર આવી રહ્યું છે. અમરેલીથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે આણંદથી પૂર્વ કેંદ્રીય મંત્રી અને કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. બનાસકાંઠાથી ભાજપે કેંદ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીની ટિકિટ કાપીને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી પરબત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં જ પાટણમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. ઓબીસી, ઠાકોર અને દલિત મતોના દમ પર જગદીશ ઠાકોર ભાજપને ટક્કર આપી રહ્યા છે. જૂનાગઢમાં ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે પણ દલિતોની નારાજગી કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને ફાયદા કરાવી શકે છે.

આ પણ જુઓઃ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વગાડ્યા મંજિરા, જુઓ તસવીરો

ભાજપ માટે અહીં છે પડકાર
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેંદ્રનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ, પંચમહાલ, બારડોલી, પોરબંદર, જામનગર

Gujarat BJP Gujarat Congress Loksabha 2019