ચૂંટણી પ્રચાર દરમિયાન નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વગાડ્યા મંજિરા, જુઓ તસવીરો

Updated: Apr 15, 2019, 13:09 IST | Falguni Lakhani
 • લોકસભા માટે અમરેલીથી ઉમેદવાર પરેશ ધાનાણી મંજિરા વગાડતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. તસવીરમાં બીજી હરોળમાં પીળા રંગના શર્ટમાં ધાનાણી જોવા મળી રહ્યા છે.

  લોકસભા માટે અમરેલીથી ઉમેદવાર પરેશ ધાનાણી મંજિરા વગાડતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. તસવીરમાં બીજી હરોળમાં પીળા રંગના શર્ટમાં ધાનાણી જોવા મળી રહ્યા છે.

  1/13
 • એક કાર્યક્રમ દરમિયાન પરેશ ધાનાણી રંગમાં આવી ગયા હતા અને મંજિરા વગાડવા લાગ્યા હતા. તેમને આવા અલગ અલગ અવતારો અવાર નવાર સામે આવતા રહે છે.

  એક કાર્યક્રમ દરમિયાન પરેશ ધાનાણી રંગમાં આવી ગયા હતા અને મંજિરા વગાડવા લાગ્યા હતા. તેમને આવા અલગ અલગ અવતારો અવાર નવાર સામે આવતા રહે છે.

  2/13
 • પરેશ ધાનાણી અવાર નવાર લોકોની વચ્ચે જોવા મળે છે. તેઓ પુરી તળતા હોય તેવી તસવીર એક કાર્યક્રમના સમયની છે, જ્યારે તેઓ જ્યાં રસોઈ બનતી હતી ત્યાં પહોંચી ગયા અને પુરીઓ તળવામાં મદદ કરી.

  પરેશ ધાનાણી અવાર નવાર લોકોની વચ્ચે જોવા મળે છે. તેઓ પુરી તળતા હોય તેવી તસવીર એક કાર્યક્રમના સમયની છે, જ્યારે તેઓ જ્યાં રસોઈ બનતી હતી ત્યાં પહોંચી ગયા અને પુરીઓ તળવામાં મદદ કરી.

  3/13
 • પરેશ ધાનાણી પોતે ખેડૂત છે, અવાર નવાર તેઓ ખેડૂતોના મુદ્દાઓ પણ ઉઠાવતા રહે છે. તસવીરમાં ઘાસની ભારી પર પરેશ ધાનાણી બેસીને ગાડું ચલાવતા જોવા મળી રહ્યા છે.

  પરેશ ધાનાણી પોતે ખેડૂત છે, અવાર નવાર તેઓ ખેડૂતોના મુદ્દાઓ પણ ઉઠાવતા રહે છે. તસવીરમાં ઘાસની ભારી પર પરેશ ધાનાણી બેસીને ગાડું ચલાવતા જોવા મળી રહ્યા છે.

  4/13
 • પરેશ ધાનાણી જમીન સાથે જોડાયેલા માણસ છે. જુઓ કેવી રીતે તેઓ જમીન પર બેસીને તેઓ છાપું વાંચી રહ્યા છે.

  પરેશ ધાનાણી જમીન સાથે જોડાયેલા માણસ છે. જુઓ કેવી રીતે તેઓ જમીન પર બેસીને તેઓ છાપું વાંચી રહ્યા છે.

  5/13
 • પરેશકુમાર ધીરજલાલ ધાનાણી. ગુજરાત કોંગ્રેસને તેજ તર્રાર યુવા નેતા.  ખેડૂત પુત્રમાંથી વિધાનસભાના નેતા વિપક્ષ સુધીની તેમની સફર ખૂબ જ રસપ્રદ છે અને એટલા જ રસપ્રદ છે તેમના અંદાજ. તસવીરમાંઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પરેશ ધાનાણી.

  પરેશકુમાર ધીરજલાલ ધાનાણી. ગુજરાત કોંગ્રેસને તેજ તર્રાર યુવા નેતા.  ખેડૂત પુત્રમાંથી વિધાનસભાના નેતા વિપક્ષ સુધીની તેમની સફર ખૂબ જ રસપ્રદ છે અને એટલા જ રસપ્રદ છે તેમના અંદાજ.

  તસવીરમાંઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પરેશ ધાનાણી.

  6/13
 • વિધાનસભા ચૂંટણી 2017માં અમરેલીથી ધાનાણી ચૂંટણી લડ્યા અને જીત્યા. જે બાદ પાર્ટીએ તેમને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની મહત્વની જવાબદારી આપી. તસવીરમાંઃ કોંગ્રેસના શિર્ષ નેતૃત્વ પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા સાથે પરેશ ધાનાણી.

  વિધાનસભા ચૂંટણી 2017માં અમરેલીથી ધાનાણી ચૂંટણી લડ્યા અને જીત્યા. જે બાદ પાર્ટીએ તેમને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની મહત્વની જવાબદારી આપી.

  તસવીરમાંઃ કોંગ્રેસના શિર્ષ નેતૃત્વ પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા સાથે પરેશ ધાનાણી.

  7/13
 • અમરેલી જિલ્લો અને તેની આસપાસના વિસ્તાર કોંગ્રેસ અને પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે. સ્થાનિક વેદનાઓને વાચા આપવામાં ધાનાણી હંમેશા અગ્રેસર રહ્યા છે. તસવીરમાંઃ અમરેલીના વેપારીઓ સાથે પરેશ ધાનાણી.

  અમરેલી જિલ્લો અને તેની આસપાસના વિસ્તાર કોંગ્રેસ અને પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે. સ્થાનિક વેદનાઓને વાચા આપવામાં ધાનાણી હંમેશા અગ્રેસર રહ્યા છે.

  તસવીરમાંઃ અમરેલીના વેપારીઓ સાથે પરેશ ધાનાણી.

  8/13
 • ખુદ ખેડૂત હોવાના કારણે પરેશ ધાનાણી ખેડૂતોનું દર્દ ખૂબ જ સારી રીતે સમજી શકે છે. અને એટલે જ તેઓ વારંવાર ખેડૂતોના પ્રશ્નો વિધાનસભામાં પણ ઉઠાવતા રહે છે. તસવીરમાંઃ ખેતરમાં પરેશ ધાનાણી.

  ખુદ ખેડૂત હોવાના કારણે પરેશ ધાનાણી ખેડૂતોનું દર્દ ખૂબ જ સારી રીતે સમજી શકે છે. અને એટલે જ તેઓ વારંવાર ખેડૂતોના પ્રશ્નો વિધાનસભામાં પણ ઉઠાવતા રહે છે.

  તસવીરમાંઃ ખેતરમાં પરેશ ધાનાણી.

  9/13
 • રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના નિધન બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા પણ પરેશ ધાનાણી પહોંચ્યા હતા. તસવીરમાંઃ રાજકોટના રાજવી પરિવાર સાથે નેતા વિપક્ષ.  

  રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના નિધન બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા પણ પરેશ ધાનાણી પહોંચ્યા હતા.

  તસવીરમાંઃ રાજકોટના રાજવી પરિવાર સાથે નેતા વિપક્ષ.

   

  10/13
 • 42 વર્ષના પરેશ ધાનાણી ખેડૂત અને સામાજિક કાર્યકર્તા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી. કોમ. કર્યું છે. તસવીરમાંઃ કસ્તુરબાના ઘરની બહાર સાથીઓ સાથે પરેશ ધાનાણી

  42 વર્ષના પરેશ ધાનાણી ખેડૂત અને સામાજિક કાર્યકર્તા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી. કોમ. કર્યું છે.

  તસવીરમાંઃ કસ્તુરબાના ઘરની બહાર સાથીઓ સાથે પરેશ ધાનાણી

  11/13
 • ધાનાણી વિધાનસભાના નેતા વિપક્ષ બનતા પહેલા બે વાર કોંગ્રેસમાં સચિવનું પદ સંભાળી ચુક્યા છે. કોંગ્રેસના યુવા ચહેરા તરીકે અમરેલી અને આસપાસના વિસ્તારમાં તેઓ લોકપ્રિય છે. તસવીરમાંઃ સોમનાથ મંદિરમાં અભિષેક કરતા પરેશ ધાનાણી.

  ધાનાણી વિધાનસભાના નેતા વિપક્ષ બનતા પહેલા બે વાર કોંગ્રેસમાં સચિવનું પદ સંભાળી ચુક્યા છે. કોંગ્રેસના યુવા ચહેરા તરીકે અમરેલી અને આસપાસના વિસ્તારમાં તેઓ લોકપ્રિય છે.

  તસવીરમાંઃ સોમનાથ મંદિરમાં અભિષેક કરતા પરેશ ધાનાણી.

  12/13
 • ધાનાણીની લોકપ્રિયતાનો પુરાવો આ તસવીર છે. જ્યારે પણ તેમને સમય મળે ત્યારે તેઓ લોકોની વચ્ચે પહોંચી જાય છે.

  ધાનાણીની લોકપ્રિયતાનો પુરાવો આ તસવીર છે. જ્યારે પણ તેમને સમય મળે ત્યારે તેઓ લોકોની વચ્ચે પહોંચી જાય છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ તેમના આગવા અંદાજ માટે જાણીતા છે. જુઓ તેમના આવા જ કેટલાક અંદાજ આ તસવીરોમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK