લોકસભા 2019: ગુજરાતમાં જામનગરનો જંગ નહીં હોય આસાન

27 March, 2019 06:40 PM IST  |  જામનગર

લોકસભા 2019: ગુજરાતમાં જામનગરનો જંગ નહીં હોય આસાન

પૂનમ માડમ જામનગરના વર્તમાન સાંસદ છે.

ભગવાન દ્વારકાધીશની નગરી અને હાઈપ્રોફાઈલ સીટ માનવામાં આવતી જામનગર બેઠક મહત્વની છે. કારણ કે અહીં ભારતની સૌથી મોટી રિલાયંસ, એસ્સારની તેલ રિફાઈનરી આવેલી છે. દેશના લગભગ અઢી લાખ કર્મચારીઓ અહીં કામ કરે છે, એટલે તેને મિની ભારત પણ કહી શકાય. જો બધું ઠીક ઠાક રહ્યું તો પાટીદાર નેતા હાર્દિક પટેલ અહીંથી પોતાનું નસીબ અજમાવશે. ભાજપે વર્તમાન સાંસદ પૂનમ માડમને મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પત્ની ઉર્મિલાબેન અહીંથી ચૂંટણી લડીને હારનો સામનો કરી ચુક્યા છે.

જામનગર બેઠક પર ક્રિકેટર રવીંદ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાની પણ નજર હતી. શ્રી રાજપૂત કરણી સેનાની મહિલા વિંગની ગુજરાતની કમાન સંભાળતાની સાથે જ ભાજપના સભ્ય પણ બન્યા હતા. વર્તમાન સાંસદ પૂનમ માડમે પોતાના પ્રભાવ અને PM મોદીના વિશ્વસનીય હોવાના કારણે પોતાની સીટ બચાવી લીધી, પરંતુ ખરેખર મુકાબલો એટલો સરળ નહીં હોય.

કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક અને ખેડૂતોનું દેવું માફ કરવા માટે આંદોલન કરી રહેલી હાર્દિક પટેલને જામનગર શહેરની બેઠકથી ઉતારવાનું મન મનાવી લીધું છે. પરંતુ તેમને હાઈકોર્ટના નિર્ણયની રાહ છે. નિચલી અદાલતે સંભળાવેલી સજા પર રોકની સાથે હાર્દિકને જામીન તો મળી જ ચુક્યા છે. પણ હવે હાર્દિક સજા સ્થગિત કરવા માટે હાઈકોર્ટના શરણમાં છે. ગુજરાત સરકાર આ મામલાને સતત ટાળવાનો પ્રયાસ કરી રહી છે, જેથી હાર્દિકને ચૂંટણી લડવાથી રોકી શકાય.

આ પણ વાંચોઃ જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર


જામનગર લોકસભામાં પાટીદાર, આહીર, મુસ્લિમ, સતવારા અને રાજપૂત સમાજ વધારે પ્રભાવશાળી છે. પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈના પત્ની ઉર્મિલાબેન જનતા દળની ટિકિટ પર અહીંથી ચૂંટણી લડી ચુક્યા છે. પણ ભાજપના ચંદ્રેશ પટેલ સામે જીતી ન શક્યા. 1989 થી 1999 સુધી પાંચ વાર ચંદ્રેશ પટેલ અહીંથી સાંસદ રહ્યા. જામનગરના રાજવી પરિવારના સભ્ય દૌલત સિંહ જાડેજા અહીંથી જીત નહોતી મેળવી શક્યા. ધારાસભ્ય વિક્રમ માડમે 2004 અને 2009માં અહીંથી કોંગ્રેસના જીત અપાવી. 2014માં મોદી લહેરમાં તેઓ તેમના ભત્રીજી પૂનમ માડમ સામે પોણા બે લાખ મતથી હારી ગયા હતા. કોંગ્રેસ હાર્દિક અથવા વિક્રમ માડમ પર દાવ રમવા ઈચ્છે છે પણ હાર્દિક કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો છે અને વિક્રમ માડમે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. માડમ કહે છે કે સવા સો કિલોમીટરમાં ફેલાયેલા સંસદીય ક્ષેત્રને કરવા કરવા માટે છ મહિનાનો સમય જોઈએ, અંતિમ ક્ષણે ચૂંટણી લડવી સરળ નથી. તેમને ગુસ્સો ક્યાંક ને ક્યાંક એ વાતનો પણ છે કે કોંગ્રેસ તેના વિકલ્પમાં હાર્દિકને અજમાવવા માંગે છે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress gujarat