ગુજરાતમાં પરપ્રાંતીય કામદારોને રાશન મળે તે માટે શિક્ષકોને કામે લગાડયા

02 April, 2020 05:15 PM IST  |  Gujarat | PTI

ગુજરાતમાં પરપ્રાંતીય કામદારોને રાશન મળે તે માટે શિક્ષકોને કામે લગાડયા

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે સમગ્ર દેશમાં કરાયેલા લૉકડાઉનને લીધે પરપ્રાંતીય કામદારો પોતાના ગામ સુધી પહોચવા માટે સ્થળાંતર કરી રહ્યાં હતા. ત્યારે ગુજરાત સરકારે સ્થળાંતર કરનારા કામદારોને શોધીને તેમને મફત રાશન આપવાના કામમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને લગાડી દીધા છે. આ પહેલા શિક્ષકોને તીડ ભગાડવાની કામગીરી સોંપી હતી અને હવે રાશન વિતરણના કામમાં લગાડી દીધા છે.

સરકારી શાળાના શિક્ષકોને બુધવારે બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, ગામડોઅમાં ઘરે ઘરે જઈને સર્વે કરે અને ત્યાંના પરપ્રાંતીય કામદારોના ઠેકાણાની માહિતી સંબંધિત અધિકારીઓને આપે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલું લૉકડાઉન જાણે માનવતાવાદી કટોકટીમાં ફેરવાઈ ગયું છે. લૉકડાઉનનર લીધે નોકરી ગુમાવનાર પરપ્રાંતીય કામદારો પગપાળા પોતાના વતન જઈ રહ્યાં છે. વાહનવ્યવહાર બંધ હોવાથી તેમણે ચાલવાનું શરૂ કર્યું હતું. જો કે, સરકાર તેમની હિલચાલને અટકાવવા માટે પગલાં લઈ રહી છે.

વુધવારે શિક્ષકોનું એક ગ્રુપ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચાંગોદર ઔદ્યોગિક ક્ષેત્રની નજીક આવેલા ચાચરવાડી વાસના ગામના પ્રત્યેક ધરે જઈને સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વેક્ષણમાં ખબર પડી હતી કે, દેશના જુદા જુદા ભાગમાંથી આવેલ 14 કામદારોના પરિવાર પાસે ગુજરાતનું રાશન કાર્ડ નહોતું. તેમાં ઉત્તરપ્રદેશથી આવેલા ઘણા પરિવારો હતા. એક શિક્ષકે કહ્યું હતું કે, જે લોકો ફૅક્ટરીમાં કામ કરે છે તેની જવાબદારી તો એ લોકોની છે. પરંતુ જે લોકો રોજી પર, સંગઠિત ક્ષેત્રમાં કામ ન કરતા હોય તેવા લોકોની તપાસ કરી રહ્યાં છીએ.

લૉકડાઉનને લીધે જે લોકોની આવક પર પ્રભાવ પડયો છે તેવા ગરીબ પરિવારોને ગુજરાત સરકાર એક મહિનાનું રાશન મફત આપશે. આ રાશનમાં 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, દરેક જાતના કઠોળ એક કિલો, સાકર અને મીઠું હશે. રાજ્ય સરકારે કહ્યું હતું કે પરપ્રાંતીય કામદારોની હિલચાલને રોકવા માટે રાશન આપવામાં આવી રહ્યું છે. 

coronavirus covid19 ahmedabad rajkot