વાયુ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી, કચ્છને ટકરાઇ શકે છે વાવાઝોડુ

14 June, 2019 10:16 PM IST  |  અમદાવાદ

વાયુ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી, કચ્છને ટકરાઇ શકે છે વાવાઝોડુ

અમદાવાદ : હજુ માંડ ગુજરાતની જનતા વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાથી રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર ફરી વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. મળી રહેલ માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી.કેન્દ્રીય ભુવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચઅધિકારીના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડુ તેની ધરી બદલી છે અને હવે તે ઊંધુ ફરી રહ્યું છે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમેત્યારે ગુજરાતના કચ્છ પર ત્રાટકી શકે છે. જો કે, આ વખતે તેની તીવ્રતા પહેલાં જેટલી નહીં હોય.


મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાએ દિશા બદલતા આગામી 17 અને 18 જૂનના કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ દિલ્હીના પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાત સરકારને સુચના આપી છે. ગુજરાત સરકારને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડાએ દિશા બદલીતા હવે ગુજરાત પર ત્રાટકશે.

gujarat