વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યોજાશે બે લાખ ચોરસમીટરમાં સૌથી મોટો ગ્લ

18 December, 2018 10:50 AM IST  | 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યોજાશે બે લાખ ચોરસમીટરમાં સૌથી મોટો ગ્લ

18-22 જાન્યુઆરી સુધી યોજાશે ગ્લોબલ ટ્રેડ શૉ

હાલના વડા પ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં સૌથી મોટો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શો યોજાશે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર નજીક આવેલા એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ૨૦૧૯ની ૧૮થી બાવીસ જાન્યુઆરી દરમ્યાન યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં ૧૮ વિશાળ ડોમમાં ૨૦૦૦ જેટલા સ્ટૉલ્સ તૈયાર કરવામાં આવશે જેમાં વિવિધ પચીસ જેટલાં ક્ષેત્રોની ૨૦૦૦થી વધુ કંપનીઓ ભાગ લે એવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૦૩માં ૩૦૦૦ ચોરસ મીટર પ્રદર્શન-વિસ્તારમાં ૩૬ સ્ટૉલ્સ સાથે શરૂ થયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૭માં વધારીને એક લાખ ૨૫ હજાર ચોરસ મીટર પ્રદર્શન-વિસ્તારમાં ૧૦૦૦ સ્ટૉલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ટ્રેડ-શોમાં ૨૦૦૦થી વધુ કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લે એવી સંભાવના છે.


ગ્લોબલ ટ્રેડ-શોમાં ૧૫ લાખથી વધુ મુલાકાતીઓ અને ૧૦૦થી વધુ દેશોના ૩૦૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ ભાગ લે એવી સંભાવના છે. આ પ્રદર્શનસ્થળે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રતિકૃતિ મૂકવામાં આવશે તેમ જ ગ્લોબલ ટ્રેડ-શોમાં બુલેટ ટ્રેનનું સિમ્યુલેટર મુકાશે.

 

gujarat national news