નવદંપતીએ ચીંધ્યો નવો રાહ

12 February, 2025 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એક લાખ રૂપિયાનો સહયોગ આપીને સદ્કાર્ય સાથે લગ્નપ્રસંગ ઊજવાયો : મંડપમાં ઉપસ્થિત સેવાભાવીઓએ પણ ભૂતપૂર્વ સૈનિકો માટે લાગણી પ્રદર્શિત કરીને બીજા દોઢ લાખ રૂપિયાનું ભંડોળ આપ્યું

લગ્નપ્રસંગમાં નવદંપતી અને તેમના પરિવારના સભ્યોએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગનો ચેક આપ્યો હતો.

કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એક લાખ રૂપિયાનો સહયોગ આપીને સદ્કાર્ય સાથે લગ્નપ્રસંગ ઊજવાયો :  મંડપમાં ઉપસ્થિત સેવાભાવીઓએ પણ ભૂતપૂર્વ સૈનિકો માટે લાગણી પ્રદર્શિત કરીને બીજા દોઢ લાખ રૂપિયાનું ભંડોળ આપ્યું

જો તમે એક સારી શરૂઆત કરો તો સમાજ એમાં જોડાઈ જાય છે એ વાત કચ્છના એક નાના ગામમાં સાર્થક થઈ છે જ્યાં નવદંપતીએ નવો રાહ ચીંધીને ભૂતપૂર્વ સૈનિકો માટે એક લાખ રૂપિયાનો સહયોગ કરીને લગ્નજીવનની શરૂઆત કરી હતી. આ જોઈને લગ્નમંડપમાં ઉપસ્થિત સેવાભાવીઓએ પણ સૈનિકો માટે લાગણી પ્રદર્શિત કરીને બીજા દોઢ લાખ રૂપિયાથી વધુનો સહયોગ આપતાં ભૂતપૂર્વ સૈનિકો માટે લગ્નપ્રસંગમાં જ કુલ ૨,૫૦,૫૦૦ રૂપિયા ભેગા થઈ ગયા હતા.

મા ભોમની રક્ષા માટે તેમ જ દેશવાસીઓ માટે સતત રાઉન્ડ ધ ક્લૉક સરહદ પર તહેનાત રહેતા સૈનિકો માટે જેટલું કરીએ એટલું ઓછું પડે એમ કહેવાય, પરંતુ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા વરજડી ગામે યોજાયેલાં લગ્નમાં ભૂતપૂર્વ સૈનિકો માટે એક સરાહનીય પહેલ થઈ હતી. કીર્તિ પોકાર અને નવીન માવાણીના પરિવારે તેમનાં સંતાન રિશવ અને પ્રેક્ષાના લગ્નપ્રસંગમાં નવદંપતીના હાથે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એક લાખ રૂપિયાનું દાન અાપ્યું હતું. આ માટે ભુજમાં આવેલી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના અધિકારીને લગ્નપ્રસંગમાં ચેક આપવામાં આવ્યો હતો.

mumbai news mumbai mandvi kutch gujarat news gujarat maharashtra news maharashtra