કચ્છ માતાના મઢે પાણી ભરાયા, નખત્રાણામાં વિસ્તારમાં ધોધમાર વરસાદ

01 September, 2019 08:47 PM IST  | 

કચ્છ માતાના મઢે પાણી ભરાયા, નખત્રાણામાં વિસ્તારમાં ધોધમાર વરસાદ

માતાના મઢના પગથિયાં સુધી પાણી પહોંચતા વરસાદ બંધ

અરબી સમુદ્રમાં કચ્છ પાસે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે છે. નખત્રાણા વિસ્તારમાં જ બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ફક્ત નખત્રાણા તાલુકામાં જ નહીં પણ તેની સાથે માંડવી તાલુકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. જો કે આ પહેલા પણ એટલે કે ગઇ કાલે શનિવારે પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જે આજે ફરી પડી રહ્યો છે. કચ્છમાં વરસાદ પડવાથી લોકોની ખુશીમાં વધારો થયો છે.

જાણો કચ્છના કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ
અબડાસા તાલુકામાં કોઠારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. નલીયામાં વરસાદ ધોધમાર પડ્યો છે, માંડવીના ભાડીયા, બિદડા, ગુંદીયાડી, માંડવી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

નખત્રાણામાં આ સીઝનમાં પડ્યો 24 ઇંચ જેટલો વરસાદ
નખત્રાણામાં આજે 2થી 4 વાગ્યામાં 37 મીમી એચલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આ અગાઉ તાલુકામાં 566મીમી વરસાદ પડી ચૂક્યો હતો. આજે જે વરસાદ પડ્યો છે ત્યાર બાગ સિઝનના કુલ વરસાદનો આંકડો 603 મીમી એટલે કે 24 ઇંચ થયો છે.

આ પણ વાંચો : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તથા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર દીવ દમણમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.

kutch gujarat