રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનાં મથકો કરતાં કચ્છના નલિયામાં વધુ ઠંડી

18 January, 2020 11:55 AM IST  |  Bhuj

રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનાં મથકો કરતાં કચ્છના નલિયામાં વધુ ઠંડી

કચ્છના નલિયામાં વધુ ઠંડી

જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાને પગલે સમગ્ર ગુજરાતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં પણ હાડ થ‌િજાવતી ઠંડીએ જનજીવનને મૂર્છિત કરી નાખ્યું છે.

કચ્છનું નલિયા આજે ૩.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું બીજા નંબરનું સૌથી ઠંડું મથક બનવા પામ્યું છે. અબડાસા તાલુકાનું આ મુખ્ય મથક દર વર્ષે શિયાળા દરમ્યાન જાણે કચ્છનું શિમલા બની જાય છે અને આ શહેરમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવી ઠંડી પડે છે. આજે નલિયામાં રાજસ્થાનના ચુરુ, બિકાનેર અને જેસલમેર તેમ જ પંજાબના અમૃતસર અને હિસ્સાર કરતાં પણ વધુ ઠંડી નોંધાઈ છે.

આ પણ વાંચો : એમ્સમાં ગેરકાયદે હાઇડ્રોજનનું રીફિલિંગ થતાં બ્લાસ્ટ થયો હતોઃ તપાસમાં ઘટસ્ફોટ

ભુજમાં આજે લઘુતમ તાપમાનનો પારો ૮.૬ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે અને દિવસભર લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે ઠંડીને કારણે સવારની પાળીમાં જતાં બાળકોને હાલાકી ભોગવવી પડી હતી. કચ્છમાં હજી વધુ ચાર દિવસ ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

gujarat bhuj kutch