બાવળિયાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી, ગેરરીતિનો લાગ્યો આરોપ

10 June, 2019 06:54 PM IST  |  અમદાવાદ

બાવળિયાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી, ગેરરીતિનો લાગ્યો આરોપ

બાવળિયાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. મધુ નિરૂપા નામના અરજદારે હાઈકોર્ટમાં કુંવરજી બાવળિયાની જીતને પડકારી ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટમાં 19 જૂનના રોજ સુનાવણી થશે.

20 ડિસેમ્બર 2018ના દિવસે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આવ્યા હતા. જેમાં જસદણની જનતાએ ફરી એકવાર કુંવરજી ભાઈને તક આપી. પહેલા કુંવરજી બાવળિયા કોંગ્રેસ તરફથી લડ્યા અને જીત્યા હતા જ્યારે આ વખતે તેઓ ભાજપ તરફથી લડ્યા અને જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ રાજ્યની ખાલી પડેલી નગરપાલિકની બેઠકો પર 7 જુલાઈએ ચૂંટણી

કેમ થઈ હતી પેટાચૂંટણી?
2017માં કુંવરજી બાવળિયા જસદણ બેઠક પર કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા પરંતુ થોડા સમયમાં જ બાવળિયાનો મોહભંગ થયો અને તેઓ ભાજપમાં જોડાયા. ભાજપે બાવળિયાને આવતાની સાથે જ મંત્રી પદ આપ્યું. બાવળિયાએ પક્ષપલટો કરતા જસદણમાં પેટાચૂંટણીની નોબત આવી. જેને જીતવા માટે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.

gujarat Gujarat BJP Gujarat Congress