જાણો ક્યાં છે હરામી નાળું, શા માટે તે છે આટલું સંવેદનશીલ?

30 August, 2019 03:53 PM IST  |  કચ્છ

જાણો ક્યાં છે હરામી નાળું, શા માટે તે છે આટલું સંવેદનશીલ?

જાણો ક્યાં છે હરામી નાળું, શા માટે તે છે આટલું સંવેદનશીલ?

પાણીની અંદર હુમલો કરવામાં સક્ષમ પાકિસ્તાનના પ્રશિક્ષિત કમાન્ડો કચ્છની ખાડીમાં પાસે ઘુસ્યા હોવાના અથવા તો ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની સૂચના બાદ ગુજરાતમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્ત સૂચના મળી હતી કે આ કમાંડો સરક્રીક વિસ્તારમાં આવેલા હરામી નાળાથી ભારતમાં પ્રવેશ કરી શકે છે.

શું છે હરામી નાળું?
હરામી નાળું કચ્છ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનના બે ભાગમાં વહેંચનાર 22 કિમી લાંબો સમુદ્રી ચેનલ છે. આ બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારના 96 કિમી લાંબા વિવાદિત સીમાનો ભાગ છે. 22 કિમીનું હરામી નાળું ઘુસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન છે. એટલે જ તેને હરામી નાળું કહેવામાં આવે છે. અહીં પાણીનું સ્તર સતત બદલતું રહે છે. એટલે તેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે વર્ષ 2008માં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય માછલી પકડનારી હોડી કુબેરને સરક્રીકના કિનારેથી પકડી હતી. અને ત્યાંથી જ ગુજરાત આવ્યા અને મુંબઈ પર હુમલો કર્યો. આ વિસ્તારમાં અનેકવાર પાકિસ્તાનની ખાલી હોડી જપ્ત કરવામાં આવે છે. હરામીનાળાની અંદર માછલી પકડવા માટે રોક છે. અહીંથી પાકિસ્તાનના લોકોને પ્રવેશવા માટે સરળતા રહેતી હોવાથી તે ખૂબ જ સંવેદનશીલ ગણાય છે.

આ પણ જુઓઃ આ છે ઢોલીવુડની ખૂબસૂરત અભિનેત્રીઓનો મોન્સૂન ફેશન ફંડા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મુંદ્રા, દીન દયાલ પોર્ટની સુરક્ષા વધારવામાં આવી
દીનદયાળ પોર્ટ અને અદાણી દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ અને રાજ્ય સરકારને આપવામાં આવેલી સૂચના બાદ પાકિસ્તાનના ટ્રેઈન્ડ કમાંડો હરામી નાળા, ખાવડા કે નજીકના વિસ્તારથી ભારતમાં પ્રવેશ કરી શકે છે. આ અલર્ટ એવા સમયે આવી છે જ્યારે જમ્મૂ કશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ પાકિસ્તાન પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે.

kutch gujarat