ખેડા : RR સેલે પકડ્યો 202 પેટી વિદેશી દારુ

16 January, 2019 10:55 AM IST  | 

ખેડા : RR સેલે પકડ્યો 202 પેટી વિદેશી દારુ

દારૂ સાથે પકડાયા

મળતી માહિતી મુજબ અમદાવાદ RR સેલ પોલીસે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા પણ RR સેલે હાઇવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી, જે બાદ પીપળાતા ગામની સીમમાં આવેલ માતાના મંદિર પાસે આર્યુવેદિક ફેક્ટરી પાછળના ખુલ્લા ખેતરમાંથી પોલીસે 202 પેટી, એટલે કે 2424 નંગ કિંમત રૂ. 12,12,500નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ: સરદારનગર પોલીસની રેડ, 45 પેટી દારૂ પકડાયો

પોલીસે જણાવ્યું છે કે અમદાવાદ રેન્જની પોલીસ વોચ રાખી રહી હતી. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે પીપળાતા ગામે રણજીત ઉર્ફે રમણ ઉર્ફે રંગો વિદેશી દારૂનો જથ્થો ઉતારી નાના વાહનો મારફતે હેરાફેરી કરનાર વ્યક્તિ છે. જેના આધારે પોલીસે પીપળાતા ગામની સીમમાં ખોડીયાર માતાના મંદિર પાસે આર્યુવેદિક ફેક્ટરીની પાછળના ખુલ્લા ખેતરમાં રેડ કરતાં પ્રકાશ ઝડપાઈ ગયો હતો. જેની પાસેથી પોલીસે વિદેશી દારૂની 202 પેટી જપ્ત કરી. કાયદેસર કાર્યવાહી હાથધરી છે. જો કે, રણજીત સોલંકી આરઆરસેલ પોલીસને થાપ આપી નાસી જવામાં સફળ રહ્યો હતો.

Crime News ahmedabad