જૂનાગઢના બીજેપી કૉર્પોરેટરે પોલીસને ભગાવ્યા અને આરોપીઓને ભાગી જવા દીધા

07 October, 2019 11:48 AM IST  |  જૂનાગઢ | રશ્મિન શાહ

જૂનાગઢના બીજેપી કૉર્પોરેટરે પોલીસને ભગાવ્યા અને આરોપીઓને ભાગી જવા દીધા

જૂનાગઢના ભાજપના કોર્પોરેટરનો વીડિયો વાયરલ

જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના કૉર્પોરેટર અબ્બાસ કુરેશીને ત્યાં શનિવારે રાતે જૂનાગઢ પોલીસ આરોપીઓને શોધવા પહોંચતાં અબ્બાસ કુરેશી સહિત ૧૫૦થી ૨૦૦ લોકો ભેગા થઈ ગયા જૂનાગઢના બીજેપી કૉર્પોરેટરઅને પોલીસ સાથે બોલાચાલી શરૂ થઈ હતી, જે છેક ગાળાગાળ સુધી પહોંચી ગઈ હતી. એક તબક્કે મારામારી થાય એવું દૃશ્ય સર્જાયું હતું, પણ એ પછી પોલીસ-કર્મચારીઓએ પીછેહઠ કરીને ચાલ્યા જવાનું પસંદ કરતાં વાત અટકી ગઈ હતી. જોકે કલાક પછી પોલીસ કૉમ્બિંગ કરવામાં આવતાં ભાગદોડ મચી ગઈ હતી અને ૯ લાવારિશ બાઇક સાથે ૧૨ જણની અટકાયત કરવામાં આવી હતી, જેમને સવારે જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા, પણ જેમની સાથે ગંદી ભાષામાં વાતો કરવામાં આવી એ સબ-ઇન્સ્પેક્ટર કે. બી. લાલકાએ પોલીસ-ફરિયાદ કરતાં અબ્બાસ કુરેશી અને અન્ય ૮ જણ સામે પોલીસ-કાર્યવાહીમાં અંતરાય ઊભો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કે. બી. લાલકાએ કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં પોલીસ પર હુમલો કરનારા બે આરોપી આ જગ્યાએ બેઠા હોવાની બાતમીના આધારે અમે એ જગ્યાએ તેમને પકડવા ગયા હતા.’

junagadh Gujarat BJP