છબીલ પટેલ, મનિષા ગોસ્વામીએ કરાવી જયંતી ભાનુશાળીની હત્યા: CID ક્રાઈમ

24 January, 2019 08:50 PM IST  |  | Dirgha media news agency

છબીલ પટેલ, મનિષા ગોસ્વામીએ કરાવી જયંતી ભાનુશાળીની હત્યા: CID ક્રાઈમ

CD કાંડે કરાવી ભાનુશાળીની હત્યા?

છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હોવાનો CID ક્રાઈમે સ્વીકાર કર્યો છે. મનીષા ગોસ્વાની અને છબીલ પટેલ સાથેના મતભેદોના કારણે જ જયંતી ભાનુશાળીની હત્યા થઈ હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે વ્યક્તિની આજે ધરપકડ કરી છે. જે બંને છબીલ પટેલના નજીકના સાથીઓ છે. jરાહુલ પટેલ અને નીતિન પટેલને વેસ્ટર્ન રેલવેેની કચેરીએ SIT દ્રારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બન્ને આરોપીઓને કાલે ગાંધીધામ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

મનીષાએ કરી હતી તમામ ગોઠવણી

CID ક્રાઈમના DGP કરેલી પત્રકાર પરિષદમાં એ પણ ખુલાસો થયો છે કે જયંતી ભાનુશાળીની હત્યાની તમામ ગોઠવણી મનીષાએ જ કરી હતી. શાર્પશૂટરો સાથે મનીષા ગોસ્વામી કચ્છમાં જોવા મળી હતી. માનવામાં આવે છે કે મનીષા અને જયંતી ભાનુશાળી વચ્ચે પૈસાની લેતી દેતી વચ્ચે ઝઘડો થયો હતો અને આ કારણે મનીષા ગોસ્વામીએ પુણેની ગેંગને જયંતી ભાનુશાળીની હત્યા કરવાની સોપારી આપી હતી. અને તેમની રહેવાની પણ તમામ ગોઠવણી મનીષા ગોસ્વામીએ જ કરી હતી. મનીષાએ પૂણેથી શાર્પશૂટરો બોલાવ્યા હતા. મનીષા અને બંને શાર્પ શૂટર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચોઃ કિંજલ દવે હવે ગાઈ શકશે 'ચાર ચાર બંગડીવાળી ગાડી'

છબીલને પકડવા લેવાશે ઈન્ટરપોલની મદદ

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની સંડોવણી સામે આવતો પોલીસ તેને શોધી રહી છે. છબીલ પટેલ દેશની બહાર હોવાની શંકાથી પોલીસ તેને પકડવા માટે ઈન્ટરપોલની પણ મદદ લેશે. છબીલ પટેલના કચ્છના ફાર્મહાઉસમાં જ જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડાયું હતું.

 

મુખ્યમંત્રીએ આપી તપાસની ખાતરી

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્યમંત્રી રૂપાણીએ તટસ્થ તપાસ કરાવવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. કોઈ જ આરોપીને છોડવામાં નહીં આવે.