ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત કરાઇ

14 March, 2019 11:03 AM IST  |  અમદાવાદ

ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પર અટકાયત કરાઇ

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની એરપોર્ટ પર અટકાયત કરાઇ

બહુ ચકચાર થયેલા ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આજે વિદેશથી પરત ફરી રહેલ છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી જ પોલીસે દબોચી લીધો હતો. જયંતી ભાનુશાળીને ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં હત્યાનું કાવતરૂ રચવાનો આરોપ પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર લાગ્યો છે. હત્યા બાદ તે ફરાર થઇ ગયો હતો.

એરપોર્ટ પર જ પોલીસે છબીલ પટેલની કરી અટકાયત

વહેલી સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ તેના મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહેતો હતો તેની જાણ પોલીસને હતી. પોલીસની વોચ વધતા ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાયેલો છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ પણ સામેથી પોલીસને શરણે થયો હતો.

આ પણ વાંચો : ફેસબુકે કરી ફી માફ : આ ગુજરાતીએ શહિદ પરીવાર માટે ઉભું કર્યું હતું ફંડ

છબીલ પટેલની સંપત્તિ ટાંચમાં લેવાની તજવીજ શરૂ થઈ હતી

છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈને છબીલ ગમે ત્યારે પોલીસના શરણે થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. પોલીસે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જાહેર કરી હતી. ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડીને છબીલ પટેલ 2જી જાન્યુઆરીએ વિદેશ જતો રહ્યો હતો. બાદમાં 7મી જાન્યુઆરીએ પુણેના બે શાર્પશુટરોએ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં ભાનુશાળીની ગોળીઓ મારીને હત્યા કરી હતી.

ahmedabad murder case Crime News gujarat